October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે પવન સાથે વરસાદઃ કેટલાક ગામોમાં કરા પડયા

વેલુગામ ખાતે લગ્નનો મંડપ ભારે પવનના કારણે તૂટી પડતા અંદરનો સામાન ઉડીને દૂર ફેંકાતા લગ્ન સમારંભમાં સર્જાયેલી અફરા-તફરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારોમાં આજે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી આવ્‍યા હતા અને ભારે પવનના સુસવાટા સાથે વરસાદ પડતા ગરમીના ઉકળાટમાં ટાઢક થઈ હતી અને આંબાવાડીની કેરીઓ પવનથી નીચે પટકાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના ઉંડાણના વિસ્‍તાર બેડપા, ખેડપા, માંદોની, સિંદોની જેવા વિસ્‍તારોમાં આજે ભારે પવનના સુસવાટા સાથે વરસાદ પડયો હતો. કેટલાક ગામોમાં બરફના કરા પડવાની ઘટના પણ સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે માંદોની ગામમાં વરસાદના કારણે રસ્‍તાઓ અને ખેતરોમાં પાણી પાણી થઈ ગયા હતા. વેલુગામ ગામે લગ્ન મંડપ ભારે પવનના કારણે તૂટી ગયો હતો અને અંદરનો સામાન ઉડીને દુર ફેંકાઈ ગયો હતો. પવન સાથે વરસાદને કારણે કેરીની વાડીઓમાં કેરીઓ નીચે પડી ગઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસવરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે પ્રદેશના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે રોગચાળો વધવાની પણ સંભાવના વર્તાઈ રહી છે.

Related posts

વલસાડ બ્રહ્મ સમાજે 7 તબીબ સહિત 43 તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કર્યુ, 400 ભૂદેવો ઉપસ્થિત રહ્યા

vartmanpravah

લાંબા સમય બાદ દાનહમાં પણ ફરી માથું ઊંચકી રહેલો કોરોનાઃ 01 પોઝીટીવ : પ્રશાસન સતર્ક

vartmanpravah

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment