July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

ભર ઉનાળે કરા સાથે કમોસમી વરસાદ: ચીખલી અને વાંસદા તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.13: ચીખલી તાલુકા સહિત વાંસદા તાલુકામાં સાંજે ચાર વાગ્‍યા બાદ કાળા દિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા અને તેજ ગતિના પવન સાથે તાલુકાના છેવાડાના સારવણી, ફડવેલ, રાનકુવા, રાનવેરી ખુર્ડ, રાનવેરી કલ્લા, રૂમલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના કેરી અને ડાંગરના પાકને નુકશાન થવા પામ્‍યું છે. મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવા પામતા જેને પગલે જગતનો તાત ચિંતાતુર બનવા પામ્‍યો હતો.
હવામાન વિભાગ દ્વારા ચીખલી તાલુકા સહિત નવસારી જિલ્લામાં તા.11 થી 16 મે દરમ્‍યાન વરસાદની આગાહી વચ્‍ચે સોમવારના રોજ સાંજે ચાર વાગ્‍યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો હતો. અને કાળા દિબાંગ વાદળો છવાઈ જવા સાથે વીજળીના કડાકા ભડાકા અને તેજ ગતિના પવન સાથે તાલુકાના અંતરિયાળ વિસ્‍તારના સારવણી અને ફડવેલ ગામે વરસાદની સાથે બરફના કરા પડતા લોકોમાં કુતુહલ સર્જાવા પામ્‍યું હતું. આ ઉપરાંત તાલુકાના સુરખાઈ,રાનવેરી કલ્લા, રાનવેરી ખુર્ડ, રાનકુવા, રૂમલા સહિતના વિસ્‍તારોમાં કમોસમી વરસાદ થવા સાથે તેજ ગતિના પવનના કારણે ખેડૂતોની આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીનો પાક ભોંય ભેગો થતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. ચાલું વર્ષે કેરીનો પાક માંડ 30 થી 40 ટકા જેટલો જ છે. તેવામાં કમોસમી વરસાદ અને તેજ ગતિના પવનના કારણે કેરીના પાકને નુકશાન થતા જગતના તાત ને મોટું આર્થિક નુકશાન થવા સાથે વર્ષ દરમ્‍યાન તેમણે કરેલો દવા, ખાતર, મજુરો સહિતનો ખર્ચ પણ માથે પડે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થતા ખેડૂતોનાં માથે હાથ દઈ રોવાનો વારો આવ્‍યો હતો.

Related posts

પારડીમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્‍તે 4 કરોડ 50 લાખના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

દાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્‍ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચાર

vartmanpravah

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હીકલ એસોસીએશન દ્વારા આરટીઓ અધિકારી કેતન વ્‍યાસ વિરુદ્ધ ધમકી આપતા હોવાની રાજ્‍યના મુખ્‍યમંત્રી સહિત ઉચ્‍ચકક્ષાએ રજૂઆત

vartmanpravah

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

Leave a Comment