September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ દ્વારા સર્વિસ રોડના વાહનો ખસેડાયા: છેલ્લા કેટલાક સમયથી થતી ટ્રાફિકની સમસ્‍યાનો અંત

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી પોલીસ સ્‍ટેશનની સામે આવેલ સર્વિસ રોડ પર પારડી પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત થયેલ મોટા વાહનોનો ખડકલો છેલ્લા ઘણા સમયથી રહેતો હોય સ્‍કૂલ ટાઈમ કે વર્કિંગ આવસ દરમિયાન અહીં વારંવાર ટ્રાફિકની સમસ્‍યા રહેતી હતી.
લોક દરબાર કે પોલીસ દ્વારા રાખવામાં આવેલ મીટિંગોમાં આ અંગેની રજૂઆત પણ શહેરના પ્રવૃત્તિ નાગરિકો ઘણીવાર કરી ચૂકયા છે પરંતુ પોલીસ માટે પણ જગ્‍યા નહીં સમસ્‍યાને લઈ આ ખડકલો જેમનો તેમ રહેવા પામ્‍યો હતો. પરંતુ આજ રોજ અહીં સર્વિસ રોડ પર રાખેલ મોટા વાહનોને ખસેડી રોડ ખુલ્લો કરવાની કામગીરી શરૂ થતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને વર્ષો જૂની ટ્રાફિકની સમસ્‍યાનો પણ અંત આવ્‍યો છે. નગરજનો પારડી પોલીસ પાસેથી એક જ આશા રાખે છે કે ઘણા વર્ષો બાદ અહીંથી મોટા વાહનોના ખડકલો દૂર થતા ટ્રાફિકની સમસ્‍યા દૂર થવા પામી છે. તો ફરીથી અહીં મોટા વાહનો મૂકવામાં ન આવે જેથી કાયમી માટે ટ્રાફિકની સમસ્‍યા નિવારી શકાય.

Related posts

ચીખલીના વંકાલમાં માટી ભરેલ ટ્રેકટર ઘૂસી જતા વીજ ટ્રાન્‍સફોર્મર જમીનદોસ્‍ત

vartmanpravah

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

vartmanpravah

તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્‍કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

વલસાડ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્‍યો મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે સક્રિય થયા

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

વાઘછીપાના વકીલ પર એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા ચકચાર

vartmanpravah

Leave a Comment