Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાની શાળાઓની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્‍કોલરશીપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપની દ્વારા ઉમરગામ તાલુકાની 55 જેટલી શાળાની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સ્‍કોલરશીપ વિતરણ કરી પ્રોત્‍સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 155 હોશિયાર વિદ્યાર્થીનીઓને શિષ્‍યવૃતિ આપ્‍યા બાદ ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓને અમેરિકન ટુરિસ્‍ટ ટ્રોલી બેગ અને સ્‍ટેશનરીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
ભીલાડ ખાતેની સ્‍વામિનારાયણ ગુરુકુળ શાળામાં આયોજિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન હર્ષદભાઈ શાહ, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પંકજસિંહ પરમાર, ઉમરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી પ્રતિમાબેન પટેલ આ ઉપરાંત તાલુકાના અગ્રણીઓનીઉપસ્‍થિતિ જોવા મળી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન કોરોમંડલ ઈન્‍ટરનેશનલ લિમિટેડ કંપનીના પ્રતિનિધિઓ શ્રી સંતોષ સી એચ, યુનિટ હેડ શ્રી નીલમ સી. સોલંકી, એન્‍જિનિયરિંગ યુનિટ હેડ અને સીએસઆર સમિતિના સભ્‍યોએ કર્યું હતું.

Related posts

લોકસભાની ચૂંટણી ઉપલક્ષમાં પ્રદેશ ભાજપનીમિટિંગ યોજાઈ, વલસાડ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગે અથાલમાં મીઠાઈની દુકાનમાં રેડ પાડતાં ભેળસેળવાળો માવો મળી આવતા દુકાનને તાળુ માર્યું

vartmanpravah

વલસાડ જિલ્‍લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક મળી પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજાહિતને સ્પર્શતા પ્રશ્નો રજુ કર્યા

vartmanpravah

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની મળેલી વાર્ષિક સભા

vartmanpravah

દમણીઝાંપા હાઈવે પર ડ્રાઈવરે સ્‍ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્‍કરે મારી પલટી

vartmanpravah

Leave a Comment