October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના તલાવચોરા સ્‍થિત ઈંગારી પહાડમાં આગ લાગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના તલાવચોરા ઇંગારી પહાડમાં જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ દ્વારા તેમના સરપંચ તરીકેના કાર્યકાળ દરમ્‍યાન વન વિભાગના સહયોગથી મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. અને તેમના દ્વારા વૃક્ષારોપણ બાદ જરૂરી માવજત પણ કરવામાં આવતા મોટી સફળતા મળી હતી. અને આ વૃક્ષારોપાણના પંદરેક વર્ષ વીતી જતા આ ઇંગારી પહાડ એક સમયે લીલાછમ વૃક્ષોથી છવાઈ ગયો હતો.
જોકે હાલે કેટલાક ઝાડો વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ-વે ની લાઇન દોરીમાં આવતા કપાઈ જવા પામ્‍યા છે. પરંતુ જે ઝાડો બચેલા છે તેની સાર સંભાળ રાખવામાં આવે તે જરૂરી છે. તેવામાં હાલે આ વિસ્‍તારમાં કોઈકે કચરો સળગાવ્‍યા બાદ પૂરતી તકેદારી ન રાખવામાં આવતા આગ સૂકા ઘાસના કારણે વધુ વિસ્‍તારમાં ઝડપથી પ્રસરી જતા ઘણા ઝાડો બળી જતા નુકશાન થવા પામ્‍યું હતું.
પર્યાવરણની ખોરવાયેલી સ્‍થિત વચ્‍ચે સરકાર દ્વારા પણ વૃક્ષારોપાણને મહત્‍વ આપી વધુ ને વધુ વૃક્ષોના ઉછેર માટે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્‍નો કરી રહી છે. ત્‍યારેઝાડોને નુકશાન ન થાય તે માટે લોકો દ્વારા પણ એટલી જ સાવચેતી અને તકેદારી રાખવામાં આવે એજ સમયનો તકાજો છે.

Related posts

ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ડુંગરા ચણોદમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન વાપીમાં હિન્દી દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

સેલવાસના યુવાને રંગોળીની પેઈન્‍ટિંગ સ્‍પર્ધામાં ઈન્‍ડિયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment