Vartman Pravah
Breaking Newsદમણ

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ લીટરસી કમીટિના ચેરપર્સન નિલેશ આર. શાહે રોટરી ઈન્‍ડિયા લીટરસી મિશનના ટી.ઈ.એ.સી.એચ.(ટીચ)કાર્યક્રમની આપેલી વિસ્‍તૃત માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : રોટરી ક્‍લબ દમણ દ્વારા દમણ જિલ્લાના સરકારી પ્રાથમિક અને માધ્‍યમિક શાળા તથા ગ્રાન્‍ટ ઈન એઈડ સ્‍કૂલોમાં કાર્યરત શિક્ષકોની ઉત્‍કૃષ્‍ટ કામગીરીને ધ્‍યાનમાં રાખી રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર(નેશન બિલ્‍ડર એવોર્ડ)થી સન્‍માનિત કરવાના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રોટરી ક્‍લબ દમણ દ્વારાઆયોજીત રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર કાર્યક્રમમાં દમણ જિલ્લાના 7 શિક્ષકોને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમને રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ 360ના ડિસ્‍ટ્રીક્‍ટ લીટરસી કમીટિ ચેરપર્સન શ્રી નિલેશ આર. શાહે સન્‍માનિત કર્યા હતા.
રોટરી ક્‍લબ દમણનો રાષ્‍ટ્ર નિર્માતા એવોર્ડ મેળવનારા 7 શિક્ષકોમાં (1)ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ નાની દમણ, જેટીના શ્રીમતી મીની પી. (2)મોટી દમણની દમણવાડા સરકારી હાઈસ્‍કૂલના શ્રીમતી પાર્વતીબેન બી. પટેલ (3)વરકુંડ મોટા ફળિયા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના શ્રીમતી રીટાબેન એચ. જોષી (4)ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ કચીગામના શ્રી કીર્તિભાઈ પટેલ (5)સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા ભીમપોરના શ્રીમતી રૂચા તિવારી (6)શ્રી માછી મહાજન સ્‍કૂલ, નાની દમણના શ્રીમતી નિશાબેન નારણ અને (7)સાર્વજનિક વિદ્યાલય નાની દમણના શ્રી અંબરીશ કે. ઓઝાનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ લીટરસી કમીટિના ચેરપર્સન વાપીના શ્રી નિલેશભાઈ આર. શાહે રોટરી ઈન્‍ડિયા લીટરસી મિશનના ટી.ઈ.એ. સી.એચ. કાર્યક્રમની બાબતમાં ઉપસ્‍થિત સભ્‍યોને વિસ્‍તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે રોટરી ક્‍લબ દમણના પ્રમુખ શ્રી રવિન્‍દર સિંઘ ધામીએ રોટરી ક્‍લબ દ્વારા કરવામાં આવેલ વિવિધ કામોની વિસ્‍તૃત માહિતી આપી હતી. રોટરી ક્‍લબના સચિવ શ્રી વિશ્વજીત બોરાટેએ દરેક સ્‍કૂલનાઆચાર્યની સાથે સાથે દરેક શિક્ષકોનો પણ આભાર પ્રગટ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રોજેક્‍ટ ચેર તરીકે શ્રી શોહેબ શેખ, ટ્રેઝરર શ્રી બલજીત સિંઘ તથા અન્‍ય સભ્‍યોએ ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા પોતાના અથાક પ્રયાસો કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન લીટરસી ચેરપર્સન શ્રી અપૂર્વ પાઠકે ખુબ જ કુશળતાથી કર્યું હતું.

Related posts

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

ઉદવાડા ગામમાં ટેરેસના દરવાજામાં બાકોરું પાડી ઘરમાં પ્રવેશી 4 લાખ રૂપિયાની ચોરી કરતા ચોરટાઓ

vartmanpravah

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

લાખો રૂપિયાના ખર્ચે પાકી બનાવાયેલ મજીગામ માઇનોર કેનાલમાં ઠેર ઠેર તિરાડો અને કોંક્રિટના જોવા મળી રહેલા હાડ પિંજર

vartmanpravah

Leave a Comment