September 12, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સેન્‍ટ્રલ જી.એસ.ટી. એક્‍સાઈઝ ભવનમાં સુપ્રિટેન્‍ડન્‍ટ વર્ગ-2 20 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયો

સુપ્રિ. રામકિશોર શ્રીનારાયણ મીના ઝડપાયો તથા અન્‍ય આરોપી ગુરપિન્‍દર સિંઘ કાર્યવાહી સમયે હાજર નહોતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપીના એક લેબર કોન્‍ટ્રાક્‍ટરની પેઢી માતૃશ્રીના નામે કાર્યરત હતી. જે પેઢીનો બાકી નિકળતો સર્વિસ ટેક્ષ ભરપાઈ બાકી રહેલો તેની નોટિસ મળ્‍યા બાદ લેબક કોન્‍ટ્રાક્‍ટરે ભરપાઈ કરી દીધેલ હતો. તેમ છતાં વાપી સેન્‍ટ્રલ જી.એસ.ટી. અને સેન્‍ટ્રલ એક્‍સાઈઝ ડીપાર્ટમેન્‍ટના અધિકારી વર્ગ-2ના સુપ્રિટેન્‍ડન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર વર્ગ-1ના બન્ને અધિકારીઓ લેબર કોન્‍ટ્રાક્‍ટર પાસે 20 હજારની માંગણી કરી રહ્યા હતા. જે કોન્‍ટ્રાક્‍ટરે નહી આપી એ.સી.બી. સુરતને ફરિયાદ કરી હતી.
સુરત એ.સી.બી. સ્‍ટાફે તા.16 મંગળવારે એક્‍સાઈઝ-જી.એસ.ટી. ભવન વાપીના રૂમ નં.103 (ડિવિઝન 11) માં ફરજ બજાવતા વર્ગ-2 સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રામકિશોર મીના (નોન ગેઝેટેડ) તથા ઈન્‍સ્‍પેક્‍ટર ગુરુપિન્‍દર મુખ્‍તિયાર સિંઘ લેબરકોન્‍ટ્રાક્‍ટર પાસે એ.સી.બી. દ્વારા ગોઠવાયેલ છટકામાં રૂા.20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. સુપ્રિટેન્‍ડન્‍ટ અને ઈન્‍સ્‍પેક્‍ટર મેળાપીપણામાં ફરિયાદીને હેરાન કરતા રહેલા તેથી ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. કાર્યવાહી સમયે તપાસમાં મુખ્‍તિયાર સિંઘની ભાળ મળી નહોતી. સમગ્ર કાર્યવાહી એ.સી.બી. ફિલ્‍ડ ઓફીસર શ્રીમતી એ.કે. ચૌહાણની ટીમે સફળ ટ્રેપ ગોઠવી હતી.

Related posts

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

ત્રણ રાજ્‍યની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થતા ચીખલી ચાર રસ્‍તા ઓવરબ્રિજ નીચે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment