Vartman Pravah
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશની પ્રતિષ્‍ઠિત અને પ્રથમ દરજ્‍જાની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં દમણના હેમાંગ પટેલની પસંદગી

સમગ્ર પ્રદેશમાં આનંદ અને ઉલ્લાસનો માહોલઃ ગુજરાત વતી રણજી ટ્રોફી રમી રહેલા ઉમંગ ટંડેલ બાદ દમણના બીજા ખેલાડી હેમાંગ પટેલને મળેલી તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.08 : દેશની પ્રતિષ્‍ઠિત અને પ્રથમ દરજ્‍જાની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ રણજી ટ્રોફી-2022-23 માટે દમણના શ્રી હેમાંગ પટેલની પસંદગી ગુજરાત રાજ્‍યની રણજી ટ્રોફી ટીમમાં થતાં પ્રદેશમાં આનંદ અને ઉત્‍સાહની લાગણી ફેલાઈ છે. શ્રી હેમાંગ પટેલ પહેલાં દમણના શ્રી ઉમંગ ટંડેલ ગુજરાતની ટીમ વતી રણજી ટ્રોફી ટૂર્નામેન્‍ટમાં રમી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વલસાડના સરદાર પટેલ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી રણજી ટ્રોફીની ગુજરાત અને પંજાબ વચ્‍ચેની લીગ મેચમાં ગુજરાતનો પરાજય થતાં ગુજરાત ક્રિકેટ એસોસિએશને ત્રણ ખેલાડીઓમાં ફેરફાર કર્યો હતો. જેમાં શ્રી હેમાંગ પટેલને તક મળવા પામી છે. શ્રી હેમાંગ પટેલ ગુજરાત રણજી ટ્રોફી ટીમની સાથે મધ્‍યપ્રદેશમાં જોડાઈ ગયા છે અને તેઓ મધ્‍યપ્રદેશની સામે પોતાનું રણજી ટ્રોફીમાં ડેબ્‍યુ કરી શકે છે.
શ્રી હેમાંગ પટેલના કોચ શ્રી ભગુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, શ્રી હેમાંગ એક ઓલરાઉન્‍ડર ખેલાડી છે અને ગુજરાત રાજ્‍યની ટીમમાં અંડર-14, 16, 19, 23, 25, વિજય હજારે ટ્રોફી, સૈયદ મુસ્‍તાક અલી ટ્રોફીમાં રમી ચુક્‍યા છે. હવે તેમની પસંદગી રણજી ટ્રોફી મેચમાં થઈ છે.
કોચ શ્રી ભગુભાઈ પટેલે વિશ્વાસ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, ઓલરાઉન્‍ડર હોવાથી શ્રી હેમાંગ પટેલ ગુજરાતની ટીમ માટે નિર્ણાયક સાબિત થઈ શકશે.રણજી ટ્રોફી ટૂર્નામેન્‍ટમાં શ્રી હેમાંગ પટેલની પસંદગી થતાં દમણ સહિત દાદરા નગર હવેલી અને દમણ-દીવના ક્રિકેટપ્રેમી લોકોમાં ખુશી છવાઈ જવા પામી છે અને તેઓ પ્રદેશનું નામ રોશન કરે એવી લાગણી પણ વ્‍યક્‍ત થઈ રહી છે. આ પ્રસંગે ખેલ સચિવ શ્રીમતી અંકિતા આનંદ અને ખેલ નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાએ શ્રી હેમાંગ પટેલની રણજી ટ્રોફીમાં પસંદગી થવા બદલ અભિનંદન આપી શુભકામના પાઠવી છે. સહાયક શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા ખેલ સંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડ તથા ક્રિકેટ કોચ શ્રી ભગુભાઈ પટેલે પણ અભિનંદન પાઠવ્‍યા છે.

Related posts

ઉદવાડામાં લોકો પર પથ્‍થરમારો કરતી મનોરોગી મહિલાના પરિવારને શોધી 181 અભયમે કબજો સોપ્‍યો

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વર્ષા ગીતોનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

દમણની દેવકા શાળાથી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનની પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ કરાવી શરૂઆત

vartmanpravah

દમણ રોડ શો દરમિયાન આયોજીત રંગારંગ કાર્યક્રમને મળેલા અભૂતપૂર્વ સમર્થનના ઉપલક્ષમાં દમણ પ્રવાસી રાજસ્‍થાની સમાજ દ્વારા યોજાયો આભાર પ્રસ્‍તાવ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment