Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Arduino ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.24: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર ખાતે આવેલા ઇનોવેશન હબમાં બેયર વાપી પ્રા. લી. ના સહયોગથી 23 અને 24 ફેબ્રુઆરી 2023 દરમિયાન બે દિવસના Arduino ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇટીઆઇ ધરમપુર ના 37 જેટલા વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક્સ ની બ્રેડબોર્ડ સર્કિટ ની ડિઝાઇન અને પ્રિંટેડ સર્કિટ બોર્ડ પર સોલ્ડરિંગ કરી પ્રોજેક્ટ પર પ્રેક્ટીકલ કર્યા હતા. તેઓએ બ્રેડ બોર્ડ પર વિવિધ પ્રકારના સેન્સર નો ઉપયોગ કરીને સર્કિટ બનાવી હતી તેમજ તેમને Arduino સોફ્ટવેર તથા કોડિંગ વિશેની મૂળભૂત સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને રોબોટિક્સ વિષે નિદર્શન આપવામાં આવ્યું હતું. વિજ્ઞાન કેન્દ્ર માં ચાલતી વિવિધ કાર્યશાળાઓ જેવી કે ક્રિએટિવ સાઇન્સ, ઇલેક્ટ્રોનિક્સ,તોડ ફોડ જોડ અને રોબોટિક્સ વિષે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ ના માર્ગદર્શનમાં કાર્યક્રમનું સંચાલન ઇનોવેશન હબ ના મેંટર રાહુલ શાહ અને ગાયત્રી બિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આઇટીઆઇ ધરમપુરના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર દિવ્યેશ પટેલ અને કૌશિકભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

vartmanpravah

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

vartmanpravah

પારડી વિશ્રામ હોટલ સામે ટ્રાફિક જામ કરી દારૂ ભરેલી વેન્‍યુ કાર પોલીસે ઝડપી

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

મુસ્‍કાન ટીમે ફૂટપાથ પર રહેતા બાળકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment