April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

ઈરીગેશન વિભાગ પાસે નોટિફાઈડ પાણી ખરીદી શુધ્‍ધ કરીને રેલવેને પુરવઠો અપાતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી નોટિફાઈડ દ્વારા પશ્ચિમ રેલવે વાપીને પાણી પુરવઠો અપાય છે. માસિક રૂા.5,500 કે.એલ. જેટલું પાણી રેલવેને અપાઈ રહ્યું છે. પરંતુ લાંબા સમયથી નિયમિત બિલની ચૂકવણી નહી કરવામાં આવતાં 9.97 કરોડ રૂપિયા બાકી ખેંચાઈ રહ્યા હોવાથી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે.
રેલવે તંત્ર દ્વારા નિયમિત નોટિફાઈડને પાણી બીલનું ચુકવણું થઈ નથી રહ્યું હતું તેથી પાણી પુરવઠો બંધ કરવાની ચિમકી પણ અપાયેલી. તેથી માંડ પાંચ-છ મહિને કરોડ રૂપિયાની ચૂકવણી રેલવેએ કરી હતી. પરંતુ લાંબા સમયની ચૂકવણી બાકી પડતા મુદ્દલ, વ્‍યાજ, પેનલ્‍ટી સહિત રૂા.4.97 કરોડ જેટલી તોતિંગ રકમ બાકી પડતા અન્‍ય કોઈ વિકલ્‍પ નોટિફાઈડ પાસે નહી રહેતા અંતે પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, નોટિફાઈડ વાપી વિયરમાંથી ઈરીગેશન સિંચાઈ વિભાગને પ્રતિ કે.એલ. રૂા.41.77 ચૂકવે છે તે પછી શુધ્‍ધિકરણ પ્રક્રિયા કરી પાણી રેલવે પ્રતિ કે.એલ. રૂા.139ના ભાવે આપવામાં આવતું હતું. પરંતુ તોતિંગ બીલ ચઢી જતા પાણી બંધ કરાયું છે. જો કે રેલવે પાસે બોર, કુવાનો વિકલ્‍પ હોવાથી ખાસ મુશ્‍કેલી પડશે નહીં.

Related posts

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિની સિગ્નેચર ડ્રાઈવને સફળ પ્રતિસાદ

vartmanpravah

નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નુકશાનીનો સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા તાકિદ કરતાં પ્રભારી સચિવશ્રી

vartmanpravah

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

સરપંચ શાંતુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને દમણના ભીમપોર ગ્રામ પંચાયતની વિકાસના વિશ્વાસ સાથે મળેલી ગ્રામસભા

vartmanpravah

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment