April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

છેલ્લા ત્રણ રવિવારથી બજાર બંધ હતા : રવિવારે ખુલતા મામલો બિચકાયો : પોલીસે મધ્‍યસ્‍થી કરી મામલો થાળે પાડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડમાં વિવિધવિસ્‍તારોમાં રવિવારના દિવસે નાના વેપારીઓ દ્વારા પથારા પાથરીને રવિવારી બજારો ભરાય છે. જેને લઈ મોટા વેપારીઓએ વિરોધ કરતા પાલિકાએ રવિવારી બજારો બંધ કરાવ્‍યા હતા પરંતુ આ રવિવારે યથાવત રવિવારી બજારો કાર્યરત થયા બાદ પાલિકા એન્‍ક્રોચમેન્‍ટ સ્‍ટાફ રવિવારી બજારો બંધ કરવાની કવાયત હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન નાના વેપારીઓ અને પાલિકા એન્‍ક્રોચમેન્‍ટ સ્‍ટાફ વચ્‍ચે ભારે ઘર્ષણ ઉભુ થવા પામતા પોલીસે દરમિયાનગીરી કરીને માંડ મામલો થાળે પાડયો હતો.
વલસાડ સીટીમાં સ્‍ટેશન રોડ, બેચર રોડ, ડેપો સામે શાકભાજી માર્કેટ પાસે રવિવારે રવિવારી બજારો ભરાય છે. દહાણુ, પાલઘર, ઉમરગામ, બિલિમોરા, નવસારી વગેરે સ્‍થળોથી નાના વેપારીઓ રવિવારે હાટ બજારમાં ધંધો કરવા આવે છે તેથી મોટા વેપારીઓની ફરિયાદો બાદ પાલિકાએ આ બજારો છેલ્લા ત્રણ રવિવારથી બંધ કરાવ્‍યા હતા પરંતુ ગઈકાલે રવિવારે પથારા હાટ બજાર યથાવત કાર્યરત થઈ જતા પાલિકા એન્‍ક્રોચમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મુન્ના ચૌહાણ અને સ્‍ટાફે બજાર બંધ કરાવવા માટે પહોંચી ગયા હતા ત્‍યારે બહારગામથી આવેલા નાના વેપારીઓ અને પાલિકા સાથે ચકમક થઈ હતી. મામલો વધુ બિચકાતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડવો પડયો હતો.

Related posts

વલસાડ પોલીસ સ્‍ટેશનમાં જુગારના આરોપીનું લોકઅપમાં ખેંચ આવતા હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

દિલ્હી IIT ખાતે ઉન્નતિ મહોત્સવમાં વલસાડની સરકારી ઇજનેરી કોલેજની ઈનોવેટિવ ટેકનોલોજીની પસંદગી

vartmanpravah

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

vartmanpravah

વાપી યુ.પી.એલ. બ્રિજ હાઈવે ઉપરથી દારૂના જથ્‍થા સાથે ઓડી કારઝડપાઈ

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહાપ્રસાદ અને ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

Leave a Comment