December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કેમ્‍પસ-સેલવાસ ખાતે સુપ્રીમ કોર્ટના ન્‍યાયમૂર્તિ અને જીએનએલયુના ચાન્‍સેલર જસ્‍ટિસ બેલા એમ. ત્રિવેદીએ નવનિર્મિત મૂટ કોર્ટ હોલ, લીગલ એઈડ ક્‍લિનિક અને લાઈબ્રેરીનું કરેલું ઉ્‌દઘાટન

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા જીએનએલયુના વિદ્યાર્થીઓ માટે ભેટ મળેલા લેપટોપનું વિતરણ જસ્‍ટિસ બેલા એમ. ત્રિવેદીના વરદ્‌ હસ્‍તે કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : ભારતની સર્વોચ્‍ચ અદાલતના ન્‍યાયાધીશ અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ચાન્‍સેલર જસ્‍ટિસ બેલા એમ. ત્રિવેદીએ આજે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાા કેમ્‍પસ ખાતે નવનિર્મિત મૂટ કોર્ટ હોલ, લાઇબ્રેરી અને લીગલ એઇડ ક્‍લિનિકનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ઉદ્‌ઘાટન બાદ, તેમણે કલા કેન્‍દ્ર ખાતે વિદ્યાર્થીઓ સાથે એક ઈન્‍ટરેક્‍ટિવ સત્રમાં ભાગ લીધો.
આ સત્ર દરમિયાન, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી તંત્ર તરફથી જીએનએલયુના વિદ્યાર્થીઓ માટે ભેટ મળેલા લેપટોપનું વિતરણ જસ્‍ટિસ બેલા એમ. ત્રિવેદીના વરદ્‌ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્‍યાયાધીશ શ્રી જસ્‍ટિસ ઈલેશ જશવંતરાય વોરા, ગુજરાત રાજ્‍યના એડવોકેટ જનરલ શ્રી કમલ બી. ત્રિવેદી, ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ સુશ્રી ધર્મિષ્ઠારાવલ, સેલવાસ જિલ્લા અદાલતના પ્રિન્‍સિપલ અને સેશન જજ શ્રીમતી એસ. એસ. સપ્તનેકર, સંઘપ્રદેશના ઉચ્‍ચ શિક્ષણ વિભાગના ડાયરેક્‍ટર શ્રી શિવમ તેવટીયા સહિત પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતાં.
ઈવેન્‍ટની શરૂઆત કલા કેન્‍દ્ર ખાતે ઉષ્‍માભર્યા પરંપરાગત સ્‍વાગત સાથે થઈ હતી, જ્‍યાં વિદ્યાર્થીઓએ સાંસ્‍કૃતિક નૃત્‍યો રજૂ કર્યા હતા, જેમાં ભરતનાટ્‍યમ અને તરપા નૃત્‍યનો સમાવેશ થાય છે, જે પ્રદેશના સમૃદ્ધ સાંસ્‍કૃતિક વારસાને દર્શાવે છે. જસ્‍ટિસ બેલા એમ. ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, આજે ઉદ્‌ઘાટન કરેલ સુવિધાઓ જી.એન.એલ.યુ.ના વિદ્યાર્થીઓના કાયદાકીય શિક્ષણ અને વ્‍યવહારિક તાલીમને આગળ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. લીગલ એઇડ ક્‍લિનિક વંચિતો, ખાસ કરીને સ્‍થાનિક આદિવાસી પ્રજા માટે આશીર્વાદ રૂપ નીવડશે. તેમને નિઃશુલ્‍ક કાનૂની સહાય ઉપલબ્‍ધ થશે જ્‍યારે વિદ્યાર્થીઓને પ્રેક્‍ટ્‍કિલ અનુભવ મળશે. તે જ રીતે, વાસ્‍તવિક દુનિયાના કાનૂની પડકારો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં મૂટ કોર્ટ હોલ મદદરૂપ થશે.
જી.એન.એલ.યુ.ના નિયામક, પ્રો. (ડૉ.) એસ. શાંથાકુમારે તેમના સ્‍વાગત પ્રવચનમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસની સ્‍થાપના અને વિકાસ માટે તેમના સમર્થન અને વિઝન માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.તેમણે કહ્યું કે સેલવાસમાં વિશ્વ કક્ષાનું કાનૂની શિક્ષણ પ્રદાન કરવા માટે અને સ્‍થાનિક સમુદાયની સેવા કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

Related posts

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

બીડીસીએ દ્વારા ક્રિકેટ સિલેકશનનું આયોજન

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય સમુદ્રતટ સફાઈ દિવસના ઉપલક્ષમાં દમણના સમુદ્ર તટ ઉપર સ્‍વચ્‍છતા માટે ઉમટેલો માનવ મહેરામણઃ લોકોએ બતાવેલી સ્‍વયંભૂ જાગૃતિ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી એ વલસાડ નેશનલ એસો. ફોર બ્‍લાઈન્‍ડ સંસ્‍થાને વિવિધ વસ્‍તુની કીટ આપી

vartmanpravah

દમણઃ વરકુંડ મોટા ફળિયા ખાતે રસ્‍તામાં પડેલ ઝાડને ખસેડવાનીબાબતમાં થયેલ બબાલમાં મરઘી કાપવાના છરાથી વધેરી નાંખવાનો પ્રયાસ

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment