March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્‍પિટલોમાં આરોગ્‍ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ

આરોગ્‍ય સુવિધાની ઉપલબ્‍ધતા, આઈસોલેશન બેડની ક્ષમતા, ઓક્‍સિજનની સુવિધા અને વેન્‍ટિલેટર બેડની ચકાસણી કરાઈઃ ઓક્‍સિજન ઉત્‍પન્ન કરતા જિલ્લાના કુલ 14 ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પણ તપાસ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: દેશ અને દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્‍યારે વલસાડ જિલ્લામાં હાલમાં 55 એક્‍ટિવ કેસ છે. જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્‍ય વિભાગે સતર્કતા દાખવી જિલ્લાના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર, સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલ સહિતની સરકારી હોસ્‍પિટલોમાં આરોગ્‍ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડો.કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.વિપુલ ગામીતની રાહબરીમાંઅધિકારીઓ દ્વારા વિવિધ સરકારી દવાખાનામાં મોકડ્રીલ કરાઈ હતી. જે મુજબ વલસાડ તાલુકાના અટગામ ગામમાં આવેલા સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ક્‍વોલિટી એસ્‍યોરન્‍સ મેડિકલ ઓફિસર (કયુ.એ.એમ.ઓ.) ડો.દિવ્‍યેશ પટેલે પહોંચીને મોકડ્રીલ દરમિયાન આરોગ્‍ય સુવિધાઓની ઉપલબ્‍ધતા, આઈસોલેશન બેડની ક્ષમતા, ઓક્‍સિજનની સુવિધા, ઓક્‍સિજન સપ્‍લાય વ્‍યવસ્‍થિત થઈ રહ્યો છે કે કેમ?, વેન્‍ટિલેટર બેડની ઉપલબ્‍ધતા સહિતની આરોગ્‍ય સુવિધાઓની પ્રત્‍યક્ષ ચકાસણી કરી હતી. જિલ્લા મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડો.કે.પી.પટેલે આરોગ્‍ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપલબ્‍ધતા બાબતે પણ સમીક્ષા કરી હતી. આ સિવાય કોરોનાના દર્દીઓને ત્‍વરિત સારવાર મળી રહે તે માટે જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં વેન્‍ટીલેટર, ઓક્‍સિજન, બેડ અને ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પણ ચકાસણી કરી હતી. જિલ્લામાં કુલ 14 સ્‍થળે ઓક્‍સિજન ઉત્‍પન્ન કરતા પીએસએ પ્‍લાન્‍ટ ચાલુ કન્‍ડીશનમાં છે કે નહી તેની પણ ચકાસણી કરી હતી. વધુમાં અધિકારીઓએ મોકડ્રીલ દરમિયાન કોરોના સંદર્ભે પૂર્વ તૈયારી રાખવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.

કોરોનાની સારવાર માટે ખાનગી-સરકારી હોસ્‍પિટલોમાં કુલ 2483 બેડ ઉપલબ્‍ધ

વલસાડ જિલ્લામાં હાલમાં કોવિડની સારવાર માટે ખાનગી અનેસરકારી હોસ્‍પિટલોમાં કેટલા બેડ ઉપલબ્‍ધ છે તેની પણ મોકડ્રીલ દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કુલ 2483 બેડ ઉપલબ્‍ધ હોવાનું જાણવા મળ્‍યું હતું. વિસ્‍તૃતમાં જોઈએ તો, આઈસીયુ વેન્‍ટીલેટર બેડ 187, આઈસીયુ નોન વેન્‍ટીલેટર બેડ 112, જનરલ વોર્ડમાં ઓક્‍સિજન સાથેના બેડ 1505 અને ઓક્‍સિજન વિનાના 679 બેડ કોરોનાની સારવાર માટે તૈયાર રાખવામાં આવ્‍યા છે.

વલસાડ જિલ્લામાં કુલ 111 કોવિડ-19 હોસ્‍પિટલની વ્‍યવસ્‍થા કરાઈ

કોવિડ-19 હોસ્‍પિટલોની વાત કરીએ તો જિલ્લાના 6 તાલુકામાં ડેડીકેટેડ કોવિડ હોસ્‍પિટલ(ડીસીએચ) 37, ડેડીકેટેડ કોવિડ હેલ્‍થ સેન્‍ટર(ડીસીએચસી) 20 અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્‍ટર(ડીસીસી) 54 છે. જેમાં સરકારી હોસ્‍પિટલોમાં જોઈએ તો ડીસીએચ 1, ડીસીએચસી 16 અને ડીસીસી 51 છે. જ્‍યારે ખાનગી હોસ્‍પિટલોમાં ડીસીએચ 36, ડીસીએચસી 4 અને ડીસીસી 3 છે. આમ 6 તાલુકામાં સરકારી અને પ્રાઈવેટ મળી કુલ 111 કોવિડ 19 હોસ્‍પિટલોની વ્‍યવસ્‍થા કરાઈ છે. જેમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 28, પારડીમાં 15, વાપીમાં 25, ધરમપુરમાં 15, ઉમરગામમાં 13 અને કપરાડામાં 15નો સમાવેશ થાય છે.

Related posts

2000 વિદ્યાર્થીનો વલસાડ રોટરી કલબે સર્વે કરી 63 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કર્યા

vartmanpravah

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

vartmanpravah

ગણદેવીના દેસાડ અને જલારામ મંદિર પાસે રાજ્‍ય ધોરી માર્ગ ઉપર તંત્રએ સ્‍પીડ બ્રેકર મુક્‍યા પરંતુ ચેતવણી દર્શક બોર્ડ મુકવાનું ભુલી ગયા?

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah

વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 555મી જન્‍મ જયંતિની ધામધૂમથી કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment