Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બુચરવાડામાં બેટી શિક્ષા, બેટી સુરક્ષાને લઈ સાયબર ક્રાઈમ, ટ્રાફિક વ્‍યવસ્‍થા, ગાર્ડનિંગ વગેરેમાં જાગૃતતા આવે તે અંગે કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે બુચરવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા ખાતે બેટી શિક્ષા, બેટી સુરક્ષા અંતર્ગત સમગ્ર શિક્ષા એજ્‍યુકેશન વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓમાં મહત્‍વના મુદ્દાઓને લઈ જાગૃતતા લાવવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્‍થિત મહેમાનોનું પુષ્‍પ ગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત એસપી મની ભૂષણ સિંહ તથા એસડીપીઓમનસ્‍વી જૈનના માર્ગદર્શન હેઠળ માહિતી પુરી પાડવામાં આવી હતી. જેમાં પીઆઈ નરેશ પટેલ, એસએચઓ દિપિકા ભગત, વણાકબારા કોસ્‍ટલ પોલીસ ઈન્‍ચાર્જ પીએસઆઈ નિલેષ કાટેકર ક્રાઈમ બ્રાન્‍ચથી હેડકોન્‍સ્‍ટેબલ હરીશભાઈ, પેરાગોજી માનસિંગ બામણીયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતુ. પીઆઈ નરેશ પટેલએ ટ્રાફિક વ્‍યવસ્‍થા તથા ટ્રાફિકના નિયમો અને તેના ઉલ્લંઘન પર થતા દંડની જોગવાઈ વિશે માહિતી આપી હતી. પીએસઆઈ નિલેષ કાટેકર, દિપિકા ભગત તથા હરીશભાઈ દ્વારા સાયબર ક્રાઈમ વિશે જાણકારી આપી, તેઓ એ જણાવ્‍યું હતું, કે ઓનલાઈન થતી ગતિવિધિઓથી થતા નુકસાન તથા ઓનલાઈન ટ્રાજેકશનથી થતી છેતરપિંડી અંગે વિસ્‍તૃત માહિતી આપી, તેઓએ વધુમાં ઈન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક, વોટ્‍સએપ વગેરેમાં પણ કઈ રીતે ક્રાઈમ થઈ શકે અને તેનાથી બચવા શું કરવું વગેરે વિસ્‍તૃત જાણકારી આપી, સ્‍ક્રીન પર વિડિયો દ્વારા પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડીની જાણકારી અને તેના બચાવની માહિતી આપી, સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ પણ ઈન્‍ટ્રસ્‍ટથી તમામ માહિતી મેળવી હતી. આ પ્રસંગે સ્‍કૂલના શિક્ષકગણ તથા વિદ્યાર્થીનીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા યાર્ડ સુરત APMC ના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી

vartmanpravah

વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા ધોધડકુવા ગામે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીનું આયોજન

vartmanpravah

દાનહ અને દમણ-દીવના જિ.પં. તથા ન.પા.ના અધ્‍યક્ષોએ દિલ્‍હી કર્તવ્‍ય પથ ખાતે પ્રદેશની માટી ભરેલા અમૃત કળશનું કરેલું અર્પણ

vartmanpravah

ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 13 જેટલા ગામોને એલર્ટ કરાયા

vartmanpravah

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

vartmanpravah

Leave a Comment