January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકના દિશાનિર્દેશ અનુસાર સુશાસન સપ્તાહ અંતર્ગત દૂધની પ્રાથમિક શાળા પરિસર ખાતે દૂધની અને કૌચા ગામના લોકો માટે પ્રદેશના લોકોને પ્રશાસનિક સેવાઓ અને વિવાદિત મામલામાં માર્ગદર્શન પ્રદાન કરવા માટે ‘પ્રશાસન ગામડા તરફ’ શિબિરનું આયોજન કરવામા આવ્‍યું હતું.
આ શિબિરમાં મામલતદાર વિભાગ, સર્વે અને બંદોબસ્‍ત વિભાગ, જમીન સંપાદન, વિભાગ, જમીન સુધારણાં વિભાગ, કોષ વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, જિલ્લા પંચાયત, સમાજ કલ્‍યાણ વિભાગ, શ્રમ વિભાગ, ચૂંટણી વિભાગ, ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, ટપાલ વિભાગ, કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ, બેંક ઓફ બરોડા, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ, સડક પરિવહન વિભાગ, શિક્ષણ વિભાગ અને આધારકાર્ડ વિભાગ દ્વારા વિવાદિત કેસોમાં માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું અને વિવિધ પ્રશાસનિક સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. જેમાં અંદાજીત 1250થી વધુ લાભાર્થીઓએ ઉપસ્‍થિત રહી લાભ લીધો હતો. આ શિબિરમાં દાનહ પ્રશાસનના વિવિધ વિભાગોના કુલ 1256 અરજીઓ સ્‍વીકાર કરવામાં આવી હતી જેમાંથી 832 લાભાર્થીઓને સફળતાપૂર્વક સ્‍થળ પરજ સેવાઓ આપવામાં આવી હતી. આ અવસરે મામલતદાર શ્રી ભાવેશ પટેલ, પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયતના સભ્‍ય, પંચાયત સભ્‍યો સહિત મોટી સંખ્‍યામા લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

વડાપ્રધાનના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કાર માટે ગુણવાન અને બહાદુર બાળકોનું નામાંકન શરૂ

vartmanpravah

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

vartmanpravah

Leave a Comment