September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં સ્થિત કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડી.સી.આર-પુત્તુર દ્વારા ટી.એસ.પી. યોજના અંતર્ગત કાજુની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિની તાલીમ યોજાઈ હતી. જેમા ૩૩ પુરૂષ અને ૧૭ બહેનો મળી કુલ ૫૦ લોકોએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં ડૉ. જિગ્નેશભાઈ ડોબરીયાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ખેડૂતલક્ષી કામગીરીની માહિતી પુરી પાડી હતી. ડૉ. એસ. કે. દેસાઈએ કાજુની ખેતીમાં ખેત, ખાતર અને જળ વ્યવસ્થાપનની જાણકારી આપી હતી. પ્રો. હર્ષદ પ્રજાપતિએ કાજુની જૈવિક ખેતીની માહિતી આપી હતી. ધનાલાલ જાટે કાજુના બજાર વ્યવસ્થાપનમાં એક જુથ થવા ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે તમામ લાભાર્થીઓને નોવેલ પ્રવાહી ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

સુરંગી પંચાયત વિસ્‍તારમાં રસ્‍તાઓ ઉપર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો પરેશાન

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સથી ‘ભારતીય જન ઔષધી કેન્‍દ્ર’નો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

વાપીમાં કારના કાચ તોડી રૂા.1.50 લાખ રાખેલ બેગની ચોરી : અન્‍ય એક પાર્ક કરેલ કાર સળગી ઉઠી

vartmanpravah

વાપી પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ 2 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાં નજીવી બાબતે થયેલી હત્‍યા અને એક ગંભીર

vartmanpravah

Leave a Comment