Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: આથી જાહેર જનતા અને સમગ્ર વાલી મંડળને જણાવતા આનંદ થાય છે કે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10નું પરિણામ 100 ટકા આવ્‍યું છે. તેમજ ધોરણ 12નાં પ્રથમ બેચનું વિજ્ઞાન પ્રવાહનું 92 ટકા અને સામાન્‍ય પ્રવાહ (કોમર્સ)નું 100 ટકા પરિણામ આજરોજ જાહેર થયું છે. જેમાં ધોરણ 10માં 94.8 ટકા સાથે નંદની પટેલ, પ્રથમ ક્રમે, 93.4 ટકા સાથે રિશિત ભારદ્વાજ તેમજ 93.4 ટકા સાથે કનિષ્‍કા થનકપ્‍પન તૃતિય ક્રમે રહ્યા છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 74.4 ટકા સાથે પ્રાંજલ ઉપાધ્‍યાય પ્રથમ ક્રમે, 71.8 ટકા સાથે સંસ્‍કૃતિ સહાનેતેમજ 69.2 ટકા સાથે સુમન યાદવ તૃતિય ક્રમે આવ્‍યા છે. આ સાથે 12 કોમર્સમાં 80.4 ટકા સાથે ઝીયા પટેલ પ્રથમ ક્રમે, 78.2 ટકા સાથે મયંક પટેલ તૃતિય ક્રમે આવ્‍યા છે.
શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાય તેમજ શિક્ષકગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે કામના કરી હતી. તેમજ તેઓ ઉત્તરોત્તર જીવનના પંથે પ્રગતિ કરતાં રહે એવી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

પારડીના એડવોકેટની કારને ગંભીર અકસ્‍માત

vartmanpravah

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

35મા ‘માર્ગસુરક્ષા મહિના’ અંતર્ગત દમણમાં વાહનવ્‍યવહાર વિભાગે યોજેલી નેત્ર ચિકિત્‍સા શિબિર

vartmanpravah

કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસનો આવકારદાયક અભિગમ દાનહમાં મામલતદાર કચેરી દ્વારા આવકના દાખલા માટે વિવિધ સ્‍કૂલોમાં કેમ્‍પનું આયોજન

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

Leave a Comment