December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના કુડાડાચા ગામે એક કિશોરે અગમ્‍ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી હોવાનીમાહિતી મળી.
પ્રાપ્ત વિગત અનુસાર 17 વર્ષીય કિશોર જે ધોરણ નવ સુધી ભણ્‍યો હતો, એના માતા-પિતા ખેતીવાડી કરી ગુજરાન ચલાવે છે, જેઓ સવારે ઘરેથી દુકાનમાં અનાજ લેવા ગયા હતા તે સમયે કોઈક અગમ્‍ય કારણોસર કિશોરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. જ્‍યારે એના માતા-પિતા ઘરે પરત આવ્‍યા ત્‍યારે જોયું તો એમનો દીકરો ગળે ફાંસો લગાવેલ હાલતમાં લટકતો જોવા મળ્‍યો હતો.
આ ઘટના અંગે રખોલી પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસની ટીમ આવી લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપવામાં આવી હતી.
મળેલ માહિતી અનુસાર જ્‍યારથી આ બાળકે ભણવાનું છોડી દીધું હતું ત્‍યારથી ગામમા રખડપટ્ટી કરતો હતો હતો. પરંતુ કયા કારણસર એણે આત્‍મહત્‍યા કરી એ હજી સુધી જાણવા મળ્‍યું નથી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી છે.

Related posts

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

ચીખલી સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

vartmanpravah

દમણમાં પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયેલી મફત બસ સેવાના કારોબારે તે સમયે પેદા કરેલા ભારે ભેદભરમો

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ડોક્‍ટર્સ ડેની કરવામાં આવેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment