Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

કેરીના તૈયાર પાક પર કાળ રૂપી વરસાદ વરસતા ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવાતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્‍યો છે. કેરીના તૈયાર પાકને એપીએમસી માર્કેટમાં ખેડૂત વેચાણ કરવા લઈ જાય તે પહેલા જ વાવાઝોડું ફૂંકાયું અને ખેડૂતોનું સપનું રોળાયું. આ ઉપરાંત ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ સાથે કેટલાક ગામોમાં બરફના કરા પણ પડ્‍યા હતા. તાલુકાના બલવાડા, નોગામા, ટાંકલ સહિતના કેટલાય ગામોમાં બરફનાં કરા પડતાં નળિયા, પતરા, છત રણકી ઉઠ્‍યા હતા. કરા સાથેના વરસાદને પગલે ખેતી પાકોને પણ નુકશાન થવા પામ્‍યું હતું.
(તસ્‍વીરઃ દીપક સોલંકી ચીખલી)

Related posts

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

ખાખી વર્દી હવે ‘લોકમિત્ર’ બનવા તરફ મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનનો નવતર અભિગમઃ લોકોની વચ્‍ચે જઈ લોકો સાથે સંવાદ કરી ગુનાની રોકથામ અને જાગૃતિ કેળવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

આર્થિક સંકડામણને લઈ જીવન ટૂંકાવવા નીકળેલ પારડીના ખેરલાવની માતા અને બે પુત્રીઓ હેમખેમ પરત આવી

vartmanpravah

વાપીના 99 ઉદ્યોગપતિઓને ઉદ્યોગમાંથી નિકળતું પાણી સીઈટીપીમાં છોડવા માટે જી.પી.સી.બી.એ પરમીશન આપી

vartmanpravah

વાપી બલીઠામાં 9 લાખ લીટરની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

Leave a Comment