January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના મસાટ ગામ સ્‍થિત સ્‍પ્રિંગ સીટી સોસાયટીમાં રહેતી અને ત્‍યાં નજીકમાં આવેલ એમ.બી. કંપનીમાં નોકરી કરતી પરિણીતા અને એજ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ઈસમે સાથે આંખો મળી જતાં તેઓ બંને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મસાટ ખાતે રહેતી અને અહીં જ એક કંપનીમાં કામટેલરનું કામ કરતી એક મહિલા તેના બે બાળકો સહિત પોતાના પતિને છોડીને એજ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ ઈસમ સાથે મળી બંને ભાગી ગયા હોવાની ફરિયાદ મહિલાના પતિ ખુશીરામ જુંનુલાલ ચૌધરી (ઉ.વ.39) રહેવાસી સ્‍પ્રિંગ સીટી સોસાયટી, મસાટ અને મૂળ રહેવાસી-નેપાળનાઓને સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે. ફરિયાદીના જણાવ્‍યા પ્રમાણે જેઓની પત્‍ની નિર્મા ખુશીરામ ચૌધરી (ઉ.વ.35) જેઓ મસાટ ગામે આવેલ એમ.બી.કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી ટેલર તરીકે નોકરી કરે છે. જેઓને બે બાળકો પણ છે, જે ગત 04 મેના રોજ સવારે આઠ વાગે નોકરી ઉપર જાઉં છું એમ કહી કંપનીમાં ગઈ હતી પરંતુ સાંજે પરત નહીં ફરતાં મહિલાના પતિ ખુશીરામે એમની પત્‍નીની કંપની પર જઈ ગેટ ઉપર પૂછપરછ કરતાં ત્‍યાંના વોચમેને જણાવેલ કે તમારી પત્‍ની સવારથી જ નોકરી પર આવેલ નથી, હતપ્રભ બનેલા ખુશીરામે આજુબાજુ તેમજ પોતાના સગાં-સંબંધીઓ તથા મિત્ર વર્તુળને ત્‍યાં તપાસ કરી હતી, પણ તેમની પત્‍નીની ક્‍યાંય ભાળી મળી આવેલ નહિ. બાદમાં જાણ થઈ હતી કે એમની પત્‍ની નિર્મા જે કંપનીમાં નોકરી કરતી હતી ત્‍યાંનો સુપરવાઈઝર ધર્મેન્‍દ્ર ગોર પણ કંપનીમાં હાજર ન હતો તેથી ખુશીરામે શંકા વ્‍યક્‍ત કરી હતી કે મારી પત્‍નીને લાલચ આપી લઈ ગયો છે. ખુશીરામની ફરિયાદપ્રમાણે વધુ તપાસ સેલવાસ પોલસે હાથ ધરી છે.

Related posts

દમણઃ ભીમપોર ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વાપી ચણોદ ખાતે આવેલી અથર્વ પબ્‍લિક સ્‍કૂલનો એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

રાનકુવામાં પરિવાર કરિયાણાનો સામાન લેવા જતા તસ્‍કરો ધોળા દિવસે રૂા.1.94 લાખની મત્તા ચોરી પલાયન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

Leave a Comment