(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના મસાટ ગામ સ્થિત સ્પ્રિંગ સીટી સોસાયટીમાં રહેતી અને ત્યાં નજીકમાં આવેલ એમ.બી. કંપનીમાં નોકરી કરતી પરિણીતા અને એજ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ઈસમે સાથે આંખો મળી જતાં તેઓ બંને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મસાટ ખાતે રહેતી અને અહીં જ એક કંપનીમાં કામટેલરનું કામ કરતી એક મહિલા તેના બે બાળકો સહિત પોતાના પતિને છોડીને એજ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ ઈસમ સાથે મળી બંને ભાગી ગયા હોવાની ફરિયાદ મહિલાના પતિ ખુશીરામ જુંનુલાલ ચૌધરી (ઉ.વ.39) રહેવાસી સ્પ્રિંગ સીટી સોસાયટી, મસાટ અને મૂળ રહેવાસી-નેપાળનાઓને સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે જેઓની પત્ની નિર્મા ખુશીરામ ચૌધરી (ઉ.વ.35) જેઓ મસાટ ગામે આવેલ એમ.બી.કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી ટેલર તરીકે નોકરી કરે છે. જેઓને બે બાળકો પણ છે, જે ગત 04 મેના રોજ સવારે આઠ વાગે નોકરી ઉપર જાઉં છું એમ કહી કંપનીમાં ગઈ હતી પરંતુ સાંજે પરત નહીં ફરતાં મહિલાના પતિ ખુશીરામે એમની પત્નીની કંપની પર જઈ ગેટ ઉપર પૂછપરછ કરતાં ત્યાંના વોચમેને જણાવેલ કે તમારી પત્ની સવારથી જ નોકરી પર આવેલ નથી, હતપ્રભ બનેલા ખુશીરામે આજુબાજુ તેમજ પોતાના સગાં-સંબંધીઓ તથા મિત્ર વર્તુળને ત્યાં તપાસ કરી હતી, પણ તેમની પત્નીની ક્યાંય ભાળી મળી આવેલ નહિ. બાદમાં જાણ થઈ હતી કે એમની પત્ની નિર્મા જે કંપનીમાં નોકરી કરતી હતી ત્યાંનો સુપરવાઈઝર ધર્મેન્દ્ર ગોર પણ કંપનીમાં હાજર ન હતો તેથી ખુશીરામે શંકા વ્યક્ત કરી હતી કે મારી પત્નીને લાલચ આપી લઈ ગયો છે. ખુશીરામની ફરિયાદપ્રમાણે વધુ તપાસ સેલવાસ પોલસે હાથ ધરી છે.
