January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર્થિક સંકડામણને લઈ જીવન ટૂંકાવવા નીકળેલ પારડીના ખેરલાવની માતા અને બે પુત્રીઓ હેમખેમ પરત આવી

પુત્રીના લગ્નના ખર્ચને પહોંચી ન વળતા માતા સહિત બંને પુત્રીઓએ લીધો હતો જીવન ટૂંકાવવાનો અંતિમ નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: પારડી તાલુકાના ખેરલાવ શામર ફળિયા ખાતે રહેતા રસિકભાઈની વચલી છોકરીના લગ્ન અંભેટીના યુવાન સાથે નક્કી થયા હતા.
રસિકભાઈ પોતે વેન ભાડે ફેરવતા હોય અને પત્‍ની મંજુલાબેન પણ વાપી કંપનીમાં નોકરી કરતા હોય ચાર જણાનું કુટુંબ જેમ-તેમ બે છેડાઓ ભેગા કરી જે મળે તે ખાઈ લઈ વર્ષ દરમિયાન એક જોડી કપડામાં પોતાનું જીવન નિર્વાહ કરતા હતા.
આવી પરિસ્‍થિતિ વચ્‍ચે વચલી છોકરી હિરલના લગ્ન નક્કી થતાં બંને પતિ-પત્‍નીને આર્થિક સંકળામણને લઈ પૈસા વિના કેવી રીતે લગ્ન થશે તેની ચિંતા સતાવી રહી હતી.
આખરે લગ્નના ફક્‍ત પાંચ દિવસ બાકી રહેતા બંને પતિ-પત્‍ની પાસે લગ્નના ખર્ચને પહોંચી વળે તેટલા પૈસા ન હોય પતિ-પત્‍ની વચ્‍ચે બોલાચાલી થતા પતિએ સંપૂર્ણ જવાબદારી પત્‍ની પર નાખી દઈ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેતા પત્‍ની સહિત સમજદાર થયેલ પુખ્‍ત વયની બંને છોકરીઓ માનસિક રીતે ભાંગી પડી હવે લગ્ન કરવા શકય ન હોવાની ચિંતામાં ત્રણેય માતા પુત્રીએ હવે જીવવાનોકોઈ અર્થ નથી નું મનમાં ગાંઠ વાળી ઘરેથી બ્‍યુટી પાર્લર જવાનું બહાનું બતાવી પોતાનું જીવન ટૂંકાવવા ઘરેથી નીકળી વાપી આવી ગઈ હતી.
પરંતુ કહેવાય છે ને કે, જીવન અને મરણ ઉપરવાળાના હાથમાં છે એમ ત્રણેય માં-દીકરીઓએ જીવનનો અંત લાવવાનું માંડવાડ કરી પોતાના મામાના ઘરે લખમાંપુર ખાતે આવી ગઈ હતી.
આમ હાલમાં તો આ ત્રણેય માતા પુત્રીઓનું જીવન બચી ગયું છે પરંતુ સમાજમાં એક અલગ જ સંદેશો પહોંચતો કરે છે. હાલમાં એકબીજાની દેખાદેખીમાં આંધળું અનુકરણ કરી લગ્ન જેવા પ્રસંગોએ દેવું કરીને પણ બેફામ ખર્ચાઓ કરી આખરે ખર્ચને પહોંચી ન વળતા પોતાના જીવનના અંત લાવવાના કિસ્‍સાઓ પણ વધી રહ્યા છે, જેને લઈ લગ્ન જેવા પ્રસંગોએ આવા જાહોજલાલી વાળા ખર્ચાઓ બંધ કરી ગરીબ હોય કે અમીર દરેકે લગ્ન પ્રસંગે બંને પહોંચી વળે એ પ્રકારના ખર્ચ કરી પ્રસંગો ઉજવાય એવું સમાજના મોભીઓ દ્વારા નક્કી કરવામાં આવે એ ખૂબ જરૂરી બન્‍યું છે તો જ આવા માતા પુત્રીઓ પોતાનું જીવન ટૂંકાવવાના પ્રયત્‍ન કરશે નહીં.

Related posts

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

વાપી મોરાઈ હાઈવે ઉપર વેફર ભરેલ કન્‍ટેનરમાં અચાનક આગ ભભૂકતા દોડધામ

vartmanpravah

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

vartmanpravah

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah

Leave a Comment