October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી

ખેડૂતે વિદેશથી સ્‍પેશિયલ મોલ્‍ડ મંગાવી દિલ આકારની
કેરીઓનું ઉત્‍પાદન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લો કેરીની વાડીઓનો પ્રદેશ. જિલ્લામાં 37 હજાર હેક્‍ટરથી વધુ વિસ્‍તારમાં કેરીની વાડીઓ પથરાયેલા છે. અત્‍યાર સુધી સામાન્‍ય આકારની કેરીઓ જોવા મળતી હતી પરંતુ આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો સહેજે નવાઈ ન પામતા. ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતે તેમની વાડીમાં દિલ આકારની હુબહુ કેરીનું ઉત્‍પાદન કર્યું છે.
ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે આ વખતે મોલ્‍ડમાં ડિઝાઈનર મેંગોનો કોન્‍સેપ્‍ટ શરૂ કર્યો છે. વિદેશથી સ્‍પેશ્‍યલ મોલ્‍ડ મંગાવીને દિલ આકારની કેરી ઉત્‍પાદન કરવાનો પ્રયોગ કર્યો છે. જો સફળતા મળશે તો આગામી સમયે મોટાપ્રમાણમાં ડિઝાઈનર મેંગો જોવા મળશે. આ જોઈને અન્‍ય ખેડૂતો પણ પ્રેરણા લઈ રહ્યા છે. આથી બીજો ફાયદો ખેડૂતોને એ થશે કે સામાન્‍ય કેરી કરતા ડિઝાઈનર કેરીનો ભાવ સરખામણીમાં વધુ મળશે. હાલ આજુબાજુના ખેડૂતો ડિઝાઈનર કેરીની વાડીની મુલાકાત લઈ રહ્યા છે. કેરી નાની હોય ત્‍યારે ડિઝાઈન મોલ્‍ડ લગાવી દેવામાં આવે છે. બાદમાં કેરી મોલ્‍ડનો આકાર હોય તેવો આકાર કુદરતી રીતે જ ધારણ કરતી હોય છે. જેમાં ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા મેળવી છે. તેથી આગામી સમયે દિલ આકારની નવિનતમ કેરી તમને બજારમાં જોવા મળવાની છે.

Related posts

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

વાપી ગુંજનમાં સોશિયલ મીડિયામાં સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા કારના બોનેટ પર કરેલો સ્‍ટંટ બે યુવકને ભારે પડયો

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં દમણ-દીવનું 64.74 ટકા પરિણામઃ 34.21 ટકા સાથે પરિયારી વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ

vartmanpravah

મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કરચોંડ ગામની મહિલાઓને સાડી અને બાળકોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈ

vartmanpravah

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

Leave a Comment