October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : સેલવાસના નરોલી રોડ પર અટલ ભવનની બાજુમાં આવેલી કમલ પાઠકની ચાલની બંધ રૂમમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્‍યો હોવાની વાત આજુબાજુ પ્રસરતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર મનોજ જગદીશભાઈ કામત (ઉ.વ.55) જેઓ રૂમ નંબર 506, કમલ પાઠકની ચાલ-સેલવાસમાં રહેતો હતો, જેમનો છેલ્લા બે દિવસથી રૂમ અંદરથી બંધ હતો અને ટીવી ચાલુ જ રહ્યું હતું. આજે રવિવારે રૂમમાંથી વાસ આવતા આજુબાજુના લોકોએ રૂમ માલિકને જાણ કરી હતી, પરંતુ રૂમ માલિક ગામ બહાર હોવાથી મનોજભાઈની દીકરીને ટેલિફોનિક જાણ કરી હતી અને જણાવાયું હતું કે, આપના પિતાશ્રી રૂમ ખોલતા નથી. ત્‍યારબાદ સેલવાસ પોલીસને આ ઘટના અંગે જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને રૂમ ખોલીને તપાસ કરતા વાસ મારતો મૃતદેહ મળી આવ્‍યો હતો.
પ્રાથમિક તપાસમાં પગ લપસી જવાથી માથાના ભાગે ઇજા થવાથી મૃત્‍યુ થયુ હોવાનું અનુમાન છે. સેલવાસ પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે મોકલી આપી હતી. આ ઘટનામાં વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણ

vartmanpravah

મુંબઈની હેર આર્ટિસ્‍ટ નૈના મહંતની હત્‍યામાં આવ્‍યો નવો વળાંક: પૂર્વ પ્રેમી મનોહરે પત્‍ની સાથે મળી 2019 માં કરી હતી નૈનાને મારી નાખવાની કોશિશ

vartmanpravah

કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં ધોળે દિવસે ચોરી

vartmanpravah

દીવ ખાતે રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે દીવ પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડીમાં નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સખી મંડળોને રૂ.૪૯૧.૯ લાખની સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલનો નવતર અભિગમઃ ગ્રામ્‍ય વિસ્‍તારોની સમસ્‍યા જાણવા સરપંચો અને જિ.પં. સભ્‍યો સાથે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment