Vartman Pravah
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

ભારતના પૂર્વ ક્રિકેટર કોનોર વિલિયમ્‍સના હસ્‍તે કસ્‍તુરી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ટુર્નામેન્‍ટનું કરાયેલું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ, ડીએનએચ સ્‍પોર્ટસ ક્‍લબ અને કસ્‍તુરી ક્રિકેટ એકેડમીના સંસ્‍થાપક શ્રી ફતેહસિંહ મોહનસિંહ ચૌહાણ દ્વારા પ્રેરિત અંડર-17 ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ ‘ફતેહ ટ્રોફી’નું શનિવારે ભારતના પૂર્વ ક્રિકેટર શ્રી કોનોર વિલિયમ્‍સ અને હવેલી ફાઉન્‍ડેશનના સચિવ શ્રી અભિષેકસિંહ ચૌહાણનાહસ્‍તે કસ્‍તુરી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું.
આ ટુર્નામેન્‍ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં સેલવાસ અંડર-17, દાદરા અંડર-17, ખાનવેલ અંડર-17, નરોલી અંડર-17, દમણ અંડર-17 અને દીવ અંડર-17 ટીમનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્‍ટ 18મી મે થી 31મે, 2024 સુધી ચાલશે. ટુર્નામેન્‍ટ યોજવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સંઘપ્રદેશની યુવા ક્રિકેટ પ્રતિભાઓને પ્રોત્‍સાહિત કરવાનો છે. આ ટુર્નામેન્‍ટની મેચ સેલવાસના કસ્‍તુરી ગ્રાઉન્‍ડ, આલોક ગ્રાઉન્‍ડ અને સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં રમાશે. ટુર્નામેન્‍ટનું સમગ્ર આયોજન હવેલી ફાઉન્‍ડેશન, ડીએનએચ સ્‍પોર્ટસ ક્‍લબ, દમણ અને દીવ ક્રિકેટ એસોસિયેશન અને કસ્‍તુરી ક્રિકેટ એકેડમી દ્વારા કરવામાં આવ્‍યું છે.

Related posts

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

વાપીમાં મળસ્‍કે ફુડ કંપનીમાં ભિષણ આગ લાગી : આગના ધુવાડા કિલોમીટર સુધી વિસ્‍તર્યા હતા

vartmanpravah

ભાભીએ નણંદને માનસિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મુકતાં પીડિત મહિલાને 181 અભયમ ટીમે કરી મદદ

vartmanpravah

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah

Leave a Comment