Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં પ્રકોપથી લોકો ત્રાહીમામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને હવામાન વિભાગ દ્વારા હજી પણ બેથી ત્રણ દિવસ ગરમી વધવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. ભારે ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે, બપોરે એક વાગ્‍યાથી સાંજે ચાર વાગ્‍યા સુધી રસ્‍તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે આરોગ્‍ય વિભાગ દ્વારા પણ ગરમીનો પ્રકોપ વધવા અંગે સાવચેત રહેવા અને વિશેષ સાવધાની રાખવા લોકોને તાકીદ કરાઈ છે. દિવસે અને રાત્રે પણ ગરમીની ભારે અસર લોકો મહેસૂસ કરી રહ્યા છે. રાત્રી દરમ્‍યાન બફારાની અસર જોવા મળી રહી છે. દિવસ દરમિયાન ગરમીથી આંશિક રાહત મેળવવા માટે લોકો દમણગંગા નદીના ચેકડેમ પાસે ઠંડા પાણીમાં ન્‍હાવાની મઝા માણતા પણ નજરે પડી રહ્યા છે. કેટલાક લોકો શેરડીનો રસ અને લીંબુ શરબત તેમજ છાશ વગેરે પીને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હાલમાં ગરમીની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા લોકોને હીટવેવના પ્રકોપથી બચવા કેટલાક સૂચના કર્યા છે. જેમ કે, વધુમાં વધુ પાણી પીવું, જ્‍યાં સુધી શક્‍ય હોય તો વધુ પડતા તાપમાનમાં બહાર નીકળવું નહીં, ઘરમાં અથવા છાંયડાવાળી જગ્‍યાએ રહેવું, ઘરની બહાર નીકળો તોછત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો, આછા રંગના હલ્‍કા અને ઢીલા કપડાં પહેરવા, ગરમીથી બચવા માટે કપડું અથવા સ્‍કાર્ફનો ઉપયોગ કરવો, ગરમીના દિવસોમાં લીંબુ પાણી, છાસ, નારિયળ પાણી પીવું, લીલા શાકભાજી-ફળોનો વધુ ઉપયોગ કરવો, ગરમીના દિવસોમાં ઠંડા પીણાં, દારૂ અથવા નશીલા પદાર્થોનું સેવન ન કરવું, તાપમાં વધુ શારીરિક શ્રમવાળા કામ ન કરવા, ગરમીની ઋતુમાં ખાવાનું જલ્‍દી વાસી થતું હોવાથી વાસી ખોરાક ખાવાનું ટાળવું, બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વડીલોએ બપોરના સમયે ઘરેથી બહાર નીકળવું નહીં. આ દરેક વાતોનું ધ્‍યાન રાખી આપણે પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકાય છે.

Related posts

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ હાઈવે રવિવારે રાતે યમદૂત બન્‍યો : બે જુદા જુદા અકસ્‍માતમાં ત્રણના મોત

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

છેલ્લા 8 વર્ષમાં દમણ-દીવે મોટાભાગે ચડાવ જ જોયા છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ હાઈવે ડુંગરી બામ ખાડીમાં સુરતના પરિવારની કાર ખાબકી : રાત્રે બનેલી ઘટનાથી દોડધામ

vartmanpravah

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

vartmanpravah

Leave a Comment