October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ મામલતદારની ટીમે મોરખલમાં ગેરકાયદેસર માટી ખનન કરનારાઓ સામે કરેલી કાર્યવાહી

નજીકના ભૂતકાળમાં અથોલા ગામ ખાતે એક ડુંગરને કોતરી તેમાંથી હજારો ટન માટીની ચોરી કરવામાં આવી હતી, જે સંદર્ભે ગામલોકો દ્વારા જિલ્લા કલેક્‍ટર સુધી ફરિયાદ કરાઈ છતાં કોઈ પગલાં નહીં લેવાયા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના મહેસૂલ વિભાગના સેલવાસ મામલતદારની ટીમને મોરખલ ગામમાં ગેરકાયદે માટી/મોર્રમનું ખનન થઈ રહ્યું હોવા અંગેની જાણકારી મળતા મામલતદારની ટીમે તાત્‍કાલિક કાર્યવાહી હાથ ધરી સ્‍થળ ઉપર છાપો મારી માટી-મોર્રમ ભરેલ બે ડમ્‍પર ટ્રક પકડી પાડયા હતા અને જપ્ત કરવામાં આવ્‍યા હોવાની માહિતી મળી છે. જપ્ત કરાયેલા ડમ્‍પરો ઉપર ઓન ડયુટી પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગના સ્‍ટીકરો મારેલા પણ જોવા મળ્‍યા હતા.
હવે લોકોમાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા પી.ડબ્‍લ્‍યુ.ડી.ના નામે ખુલ્લેઆમ ગેરકાયદેસર માટી ખનન કરી રહ્યા છે કે કેમ? અગાઉ પણ અથોલા ગામે એક ડુંગરને કોતરી એમાંથી પણ હજારો ટન માટીની ચોરી કરવામાં આવી હતી, જે સંદર્ભે ગામલોકો દ્વારા કલેક્‍ટર સુધી ફરિયાદ કરવામાં આવી હતી છતાં પણ તેઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Related posts

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે માર્ગની આજુબાજુની અડચણોને હટાવવા માંગ

vartmanpravah

વાપીમાંથી રીઢો ટ્રક ચોર ઝડપાયો : 6 મહિનામાં 3 ટ્રક અનેઆઈશર ટેમ્‍પોની ચોરી કરી

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કરચોંડ ગામની મહિલાઓને સાડી અને બાળકોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મધરાતે ટ્રાન્‍સફોર્મરમાં ધડાકો થતા બાજુનું ડેકોરેશન ગોડાઉન આગની લપેટમાં

vartmanpravah

Leave a Comment