Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર બામટી માર્કેટમાં 3.5 કિ.ગ્રા.ની હાથીજુલ નામની કેરી વેચાણમાં આવતા લોકો જોવા ઉમટી પડયા

એ.પી.એમ.સી.માં રોજ 3 થી 4 હજાર ટન કેરી વેચાણ માટે આવી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: અત્‍યારે કેરી સિઝન પુરજોસમાં ચાલી રહી છે. જિલ્લાનો તમામ એ.પી.એમ.સી.માં હજારો ટન કેરી વેચાણ માટે આવી રહી છે. જિલ્લાનું સૌથી મોટું એમ.પી.એમ.સી. ધરમપુર બામટી બજારમાં આજે ભારે ઉત્તેજના જોવા મળી હતી. હાથીજુલ નામની 3.500 કિ.ગ્રા.ની કેરી ખેડૂત વેચાણ કરવા લઈને આવ્‍યો ત્‍યારે આ પપૈયા જેવડી કેરી જોવા અને ખરીદવા લોકો ઉમટી પડયા હતા.
વલસાડ જિલ્લો આમ તો કેરી માટે જગ મશહૂર છે. જિલ્લામાં હાફૂસ, કેસર, લંગડો અને તોતાપુરી કેરીનું પુષ્‍કળ વાવેતર અને બજારમાં આવકો પણ છે. રોજની હજારો ટન કેરી વિવિધ બજારમાં આવી રહી છે. ધરમપુર બામટી બજારમાં રોજની ત્રણ થી ચાર હજાર ટન કેરી આવી રહી છે ત્‍યારે આજે બજારમાં હાથીજુલ નામની 3.500 કિ.ગ્રા.ની પપૈયા જેવી કેરી વેચાણ માટે કર્માકલ યાદવ નામના વેપારીને ત્‍યાં આવતા લોકોમાં આ કેરીનું ભારે આકર્ષણ જોવા મળ્‍યું હતું. જોવા અને ખરીદવાઉમટી પડયા હતા. રૂા.1200 ના ભાવે કેરી વેચાઈ હતી.

Related posts

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટના મંજૂર થયું

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતવિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાગૃતિનો સંદેશ આપતું શેરી નાટક ભજવાયું

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

Leave a Comment