Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડ ખાતે ૭પમા ગણતંત્ર દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ, વાપી ખાતે ભારતનો 75મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્‍યો હતો. જેમાં વી.આઈ.એ.ના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ દ્વારા ધ્‍વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી અને તેમણે દેશવાસીઓને 75 માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી એમણે જણાવ્‍યું કે જેમ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાહેબે કહ્યું એમ હાલ આપણો અમૃતકાળ ચાલુ થયો છે તો આ બાબતને ધ્‍યાને લઈ આપણે સૌ આપણું કર્તવ્‍ય નિભાવીએ અને આ કર્તવ્‍ય નિભાવતી વખતે આપણે સૌથી પ્રથમ આપણા રાષ્‍ટ્રને સ્‍વચ્‍છ રાખીએ ત્‍યારબાદ આપણું શહેર અને આંગણું સ્‍વચ્‍છ રાખીએ અને એ મુજબ લોકોને પણ જાગૃત કરીએ. ઉપરાંત તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વછતા અભિયાનમાં આપણે વર્ષ 2014 થી જે રીતે જોડાયેલા છે અને પ્રગતિ મેળવી રહ્યા છે તે મુજબ જ હાલ વડાપ્રધાનશ્રીએ આવહાન કર્યું છે કે જે આપણો દેશ હાલમાં વિકાસશિલ છે તે 2047 સુધી વિકસિત દેશોમાં આવી જશે. છેલ્લા 10 વર્ષથી જે પ્રમાણે આપણો દેશ પ્રગતિના પંથે ચાલી રહ્યો છે તેમાં આપણે ભવિષ્‍યમાં પણ આપણું યોગદાન આપતા રહીએ અને 2047 માં આપણો દેશ વિકસિત બને તેમાટે પ્રયત્‍નો કરીએ. તેમજ આપણો દેશ હાલ ઈન્‍ડસ્‍ટ્રીઅલ ગ્રોથ અને ઈકોનોમિક ગ્રોથ કરીને વિશ્વમાં 5 માં ક્રમે અને શેરમાર્કેટમાં 3 જા ક્રમે પહોંચ્‍યો છે, તો આપણા દેશની ઉત્તરોત્તર પ્રગતિમાં આપણું બનતું યોગદાન આપીએ. તેમણે વાપીના વિકાસમાં માનનીય નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના યોગદાનને બિરદાવ્‍યું અને ઉપસ્‍થિત સર્વે ઈન્‍ડસ્‍ટ્રીઅલ મેમ્‍બર્સ અને જનતાને સ્‍વછતા અભિયાનમાં જોડાવા તેમજ પર્યાવરણ જાળવવા પોતાનું બનતું યોગદાન આપવા અનુરોધ કર્યો. તેમણે જણાવ્‍યું કે, જે રીતે વાપી છેલ્લા 4-5 વર્ષથી ક્રિટિકલ એરિયામાંથી બહાર નીકળ્‍યું અને ત્‍યારબાદ તેનો વિકાસ થયો અને પર્યાવરણની જાળવણી માટે આપણે જે લગાતાર પ્રયત્‍નો કરી રહ્યા છે તેવાજ પ્રયત્‍નો ઈન્‍ડસ્‍ટ્રીઅલ મેમ્‍બર્સને તેમના વર્કરો અને કામદારો માટે સેફટી જાળવવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો અને તે માટે જાગૃતિ લાવવા પણ જણાવવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં વી.આઈ.એ.ના ઉપપ્રમુખ શ્રી મગનભાઈ સાવલિયા, માનદમંત્રી શ્રી કલ્‍પેશભાઈ વોરા, સહ માનદમંત્રી શ્રી ચંદ્રેશભાઇ મારુ, વી.આઈ.એ.ના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ અને શ્રી પ્રકાશભાઈ ભદ્રા, વી.આઈ.એ.ના કમિટીના સભ્‍યો શ્રી કૌશિક પટેલ, શ્રી હેમાંગ નાયક, શ્રી મનોજ પટેલ, શ્રી જયેશ ટેકચંદાની, શ્રી વિરાજદક્ષિણી, શ્રી કેતન ઠક્કર, શ્રી ભગવાનભાઈ અજબાની, શ્રી દેવેન્‍દ્ર પટેલ, શ્રી રમેશ અકબરી, વી.જી.ઈ.એલ.ના સી.ઈ.ઓ. શ્રી જતિન મહેતા, વી.આઈ.એ., વી.ઈ.સી.સી. અને વી.જી.ઈ.એલ.નો સ્‍ટાફ, શ્રી જતીન મોનાની અને સેવાભાવી સંસ્‍થાના સભ્‍યો, સેન્‍ટ ઝેવિયર્સ હાઈ સ્‍કૂલ-વાપીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, વાપી ફાયર વિભાગના કર્મચારીઓ, હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ.ના સભ્‍યો, સિનિયર સીટીઝનના સભ્‍યો તથા અન્‍ય જનતાએ પણ તિરંગાને સલામી આપી ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. અંતે રાષ્‍ટ્રપિતા ગાંધીબાપુની છબી પર સુતરની આંટી ચડાવી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.

Related posts

રખોલી ગ્રામ પંચાયતે જાહેર સ્‍વચ્‍છતા નહીં રાખતા અને આદેશનું પાલન નહીં કરનારી બે ચાલીઓના કાપેલા ઈલેક્‍ટ્રીક કનેક્‍શન

vartmanpravah

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

દ.ગુ.વી. કંપની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા સેફટી વિક અંતર્ગત બાળકો માટે વીજ સલામતીને લગતી ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment