Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની ઈનોવેશન હબની બે ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની રોબોટિક્‍સ કેટેગરીમાં વિજેતા

રોબો રેસ સ્‍પર્ધામાં ધરમપુરની ટીમે પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી વિજેતા થઈ

તા.22 એપ્રિલે ઈનોવેશન હબમાં સવારે 11 કલાકે 3ઝ પ્રિન્‍ટિંગ વર્કશોપ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: નવસારીની એસ. એસ. અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એંજિનિયરિંગ & ટેકનૉલોજી ખાતે તા. ૧૮/૦૪/૨૦૨૩ થી તા.૧૯/૦૪/૨૦૨૩ ના રોજ નેશનલ લેવલ ટેકફેસ્ટ Tekxianze 2k23 માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની વિવિધ કોલેજોના સ્પર્ધકોએ પોતાના રોબોટ બનાવી સ્પર્ધામાં ઉતાર્યા હતા. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના ઇનોવેશન હબના વિદ્યાર્થીઓએ પણ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.
પહેલા દિવસે એલિમિનેશન રાઉન્ડ થયો હતો. જેમાં કુલ ૮ ટીમ એ ભાગ લીધો હતો અને તેમાંથી ૪ ટીમ ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઈ હતી. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના વિદ્યાર્થીઓ સફળ થયા હતા. અંતે ફાઇનલ રાઉન્ડમાં ઇનોવેશન હબના મેન્ટર રાહુલ શાહ અને ગાયત્રી બિષ્ટના માર્ગદર્શન હેઠળ તેમના વિદ્યાર્થીઓ હરિત બધેકા અને વૈભવ થોરાટની ટીમ અને ક્રિષ્ના સિંહ અને રોનક ચૌહાણની ટીમ રોબો રેસ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી વિજેતા થઇ હતી. તેઓએ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના ઇનોવેશન હબમાં રોબોટની ડિઝાઈન બનાવી વિવિધ સેન્સર્સ, મોટરર્સ અને કન્ટ્રોલર્સનો ઉપયોગ કરી વાયરલેસ મોબાઈલ ઓપરેટેડ WIFI રોબોટિક કાર તૈયાર કરી હતી. સ્પર્ધાના અંતે વિજેતા ટીમને અને રનર અપને ઈનામ, પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ઇનોવેશન હબ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રોબોટ અને ટેક્નોલોજી વિશે માહિતી અને ટ્રેનિંગ આપે છે અને તેમનામાં રહેલી ક્ષમતાને ઉજાગર કરે છે. તેની સાથે જ ઇનોવેશન હબ બાળકોને આવી નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પુરુ પાડે છે. વેકેશન દરમ્યાન વિવિધ વિષયો પર કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. તા. ૨૨ એપ્રિલના રોજ ઇનોવેશન હબમાં સવારે ૧૧ કલાકે ૩D પ્રિન્ટિંગ વર્કશોપ યોજાશે. ભાગ લેવા માંગતા તમામ સહભાગીઓએ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર નો મો.:9979170797 / 9426653643 પર સંપર્ક કરવો.

Related posts

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી ટુકવાડા અવધ ઉથોપિયા બંગલામાં પરિવાર સુતો રહ્યો ને તસ્‍કરો રૂા.1.20 લાખની મત્તા ચોરી ગયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચકી રહ્યો છે: છીરી, અંભેટીના નવા બે કેસ સાથે 36 એક્‍ટિવ કેસ

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

દાનહ-નરોલી ગામે કાનૂની શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment