January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપી

દમણ ડાભેલ કેવડી ફળિયા ખાતે સરસ્‍વતી માતા મંદિરના બીજા પાટોત્‍સવની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: ડાભેલ ગામે આવેલ કેવડી ફળિયાના સરસ્‍વતી માતા મંદિરનો બીજો પાટોત્‍સવની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી. આ દરમિયાન વહેલી સવારમાં હવન, યજ્ઞ સાથે પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્‍યં હતું. જેમાં મોટી સંખ્‍યામાં ગામજનો અને સરસ્‍વતી માતાના ભક્‍તો જોડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ સંઘ પ્રદેશ દમણ અને ગુજરાતના વાપી નગરપાલિકાની હદની વચ્‍ચે આવેલ ડાભેલ અને ચલા કેવડી ફળિયા ખાતે સરસ્‍વતી માતાનું મંદિર આવેલ છે. આ મંદિરમાં સ્‍થાનિક લોકો તથા બહારગામથી આવતા લોકો ભારે શ્રદ્ધા અને આસ્‍થાનું પ્રતીક પણ ધરાવે છે જે મંદિરનો આજે બીજો પટોઉત્‍સવની ઉજવણી મંદિર પરિસર ખાતે કરવામાં આવી હતી. જેમાં હવન યજ્ઞ માટેઆચાર્ય ભાર્ગવભાઈ ભટ્ટ દ્વારા મંત્રોચ્‍ચાર સાથે કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ માતાજીની પાલખીયાત્રા સમગ્ર ગામના દરેક ફળિયામાં ફરી પરત મંદિર ખાતે પહોંચી હતી અને અંતમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો લાભ મોટી સંખ્‍યામાં ભક્‍તો દ્વારા લેવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડાભેલ કેવડી ફળિયાના યુવાનો દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રૂ. ૨૬૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારો

vartmanpravah

ઓનલાઈન સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરતી દાનહ ક્રાઈમ બ્રાન્‍ચ

vartmanpravah

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

vartmanpravah

વલસાડ જિલ્લાના વેલવાચ, મનાઈચોંઢી અને તિસ્કરી તલાટના 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું 

vartmanpravah

ચીખલી વિસ્‍તારમાં તાવ અને આંખના કેસોમાં થયેલો વધારો

vartmanpravah

Leave a Comment