Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં નવતર રીતે પ્રવેશોત્‍સવની ઉજવણી કરવા શરૂ થયેલી કવાયતઃ દાનહના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સાથે શિક્ષણ નિર્દેશકે કરેલો સંવાદ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 2017ના વર્ષમાં પહેલાં ધોરણમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલા પ્રવેશોત્‍સવના કાર્યક્રમને આ વર્ષથી પૂર્વ પ્રાથમિક સ્‍તર સુધી લઈ જવા શિક્ષણ વિભાગે લગાવેલી જહેમત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.14મી જૂનથી 16મી જૂન, 2023 સુધી શાળા પ્રવેશોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1, પૂર્વ પ્રાથમિક વિભાગ અને આંગણવાડીમાં પ્રવેશ લેનાર બાળકોને આવકારવા ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવશે. આ પ્રસંગે ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-2024નાવર્ષમાં, ધોરણ 1માં પ્રવેશ મેળવતા બાળકોને આવકારવા અને શુભેચ્‍છા પાઠવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં 14 જૂન, 2023ના રોજ ‘મેગા ઈવેન્‍ટ’, જેમાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને મુખ્‍ય મહેમાન અને અન્‍ય આમંત્રિતો દ્વારા તિલક કરીને શાળામાં પ્રવેશ આપવામાં આવશે અને તેમને શિક્ષણ વિભાગ દ્વારા ‘શૈક્ષણિક કીટ’ આપવામાં આવશે.
તારીખ 15 જૂન 2023ના રોજ ‘મેગા એસ.એમ.સી. મીટીંગ’ અને 16 જૂન, 2023ના રોજ ‘શૈક્ષણિક જાગૃતિ રેલી’નું આયોજન કરવામાં આવશે. તેના સંબંધમાં આજે, 06 જૂનના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ નિયામક, દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો અને તમામ વોર્ડના સભ્‍યોની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આગામી ‘શાળા પ્રવેશોત્‍સવ’ કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ નિયામકશ્રીએ તમામ જનપ્રતિનિધિઓને શાળામાં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા કોઈપણ બાળક પ્રવેશથી વંચિત ન રહે અને 100 ટકા નોંધણી થાય તે સુનિヘતિ કરવા હાકલ કરી હતી.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2017ના વર્ષમાં પહેલાં ધોરણમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ માટે શરૂ શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમની શરૂઆત કરાવીહતી. જેને આ વર્ષથી પૂર્વ પ્રાથમિક સ્‍તર સુધી લઈ જવા શિક્ષણ વિભાગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Related posts

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

vartmanpravah

કોઈપણ વ્‍યક્‍તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

ધરમપુર નગરીયા વિસ્‍તાર રોડના ખાડા પુરવા આવેલ પાલિકાના ટ્રેક્‍ટર અને જેસીબી પણ ખાડામાં

vartmanpravah

Leave a Comment