July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું બાળકોની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ સાથે કરાયેલું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત ‘કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું આજે સમાપન કરાયું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રેરણા અને પ્રદેશના શિક્ષણ સચિવના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં 6 દિવસીય ‘કલામૃતમ્‌’ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોએ આજે પોતાની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ કરી કેમ્‍પનું સમાપન કરાયું હતું. આ શિબિરમાં બાળકોને ચિલ્‍ડ્રનયુનિવર્સિટી ગુજરાતના અનુભવી અને વિવિધ કળાઓમાં મહારથ ધરાવતા નિષ્‍ણાંતો દ્વારા બાળ મનોવિજ્ઞાનને નજર સમક્ષ રાખી પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું હતું.
આજે સમાપન પ્રસંગે ચિલ્‍ડ્રન યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડો. નિલેશ પંડયાએ ભવિષ્‍યમાં પણ આવા કાર્યક્રમોના આયોજન માટે પોતાની તત્‍પરતા બતાવી હતી. ભાગ લેનારા તમામ બાળકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્‍યા હતા.

Related posts

સેલવાસમાં ધોધમાર વરસાદઃ 24 કલાકમાં 13.50 ઈંચ વરસેલો વરસાદ

vartmanpravah

દેવઉઠી એકાદશી નિમિત્તે સેલવાસના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હાટડી દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

સાવધાન : વલસાડ જિલ્લામાં કોરોનાએ ડબ્‍બલ સદી ફટકારી બુધવારે 218 કેસ : આરોગ્‍ય તંત્રની વધેલી દોડધામ

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

Leave a Comment