January 16, 2026
Vartman Pravah
Breaking Newsચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

કોઈપણ વ્‍યક્‍તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.13: જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નવસારીની યાદીમાં જણાવ્‍યાં અનુસાર બાળ ન્‍યાય (બાળકોની કાળજી અને રક્ષણ) અધિનિયમ-2015 અન્‍વયે કલમ-76 મુજબ જે કોઈ વ્‍યકિત બાળકનો ઉપયોગ ભીખ માગવા માટે કરે કે કરાવે તે પાંચ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા એક લાખ રૂપિયાના દંડની સજાને પાત્ર થશે. તેમજ ભીખ માંગવાના હેતુ માટે કોઈ વ્‍યકિત બાળકના અંગ કાપે અથવા મુંગો બનાવે તો તેને સાત વર્ષની ઓછી ના હોય તેવી અને દસ વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા પાંચ લાખના દંડને પાત્ર ઠરશે. જે કોઈણ બાળકનો વ્‍યક્‍તિ બાળકનો હકિકતનો કબજો ધરાવતો હોય અને તેના દ્વારા બાળકને ઉત્તેજન આપી ભીખ મંગાવવા માટે બાળકનો ઉપયોગ કરશે તો આવી વ્‍યક્‍તિને અયોગ્‍ય જાહેર કરવામાં આવશે અને પાંચ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા એક લાખનોદંડને પાત્ર થશે. કોઈપણ સંજાગોમાં કાયદા સાથે સંઘર્ષમાં હોય તેવું બાળક ગણવામાં નહિ આવે અને બાળકને આવા વાલી અથવા કબ્‍જેદારના નિયંત્રણ અથવા કબજામાંથી દૂર કરવામાં આવશે અને તેના યોગ્‍ય પુનઃસ્‍થાપન માટે તેને સમિતિ સમજ રજૂ કરવામાં આવશે.
નવસારી જિલ્લામાં કોઈપણ 18 વર્ષથી નાની વયના બાળકોના અધિકારોનું હનન, શારીરિક તથા માનસિક અત્‍યાચાર કે શોષણ, અનાથ નિરાધાર, તરછોડાયેલા, કુટુંબ વિહોણા અથવા કોઈપણ પ્રકારની મુશ્‍કેલીમાં મુકાયેલા બાળકોના કાળજી અને રક્ષણ માટે જિલ્લ બાળ સુરક્ષા એકમની કચેરી, સી બ્‍લોક, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, જુનાથાણા, નવસારી કચેરી ફોન નંબર (02637)281440 પર સંપર્ક કરવા જણાવાયું છે.
==================
ખેરગામની કામિનીબેન તેમની પુત્રીઓ સાથે ગુમ થયા છે.
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.13: ખેરગામ પોલીસ સ્‍ટેશનની યાદીમાં જણાવ્‍યાં અનુસાર સુમનભાઈ પ્રેમાભાઈ ટોપલીયા રહે.બહેજ, ચોકી ફળિયા, ખેરગામ, જિ.નવસારી તેઓની પુત્રી કામિનીબેન અનિલભાઈ ગાંવિત ઉ.વ.-27, તેમની પુત્રી શ્રાવણીબેન ગાંવિત ઉ.વ.04 તથા જેન્‍શીબેન ગાંવિત ઉ.વ.02 ને લઈને પોતાના પિયરમાં કોઈને પણ જાણ કર્યા વગર કયાંક ચાલી ગઈ છે. ગુમ થનાર કામિનીબેન શરીરે મજબૂતબાધાની, પ ફૂટ 4 ઈંચ, તેમની દિકરી શ્રાવણી શરીરે પાતળા બાંધાની, રંગે ઘઉંવર્ણ, ઉંચાઇ 2 ફૂટ 1 ઇંચ તેમજ જેન્‍શી શરીરે પાતળા બાંધાની, રંગે ઘઉંવર્ણ, ઉંચાઇ 1 ફૂટ 4 ઇંચ છે. કામિનીબેન ગુજરાતી, હિન્‍દી ભાષા જાણે છે. ગુમ થનાર માતા-પુત્રીની ભાળ મળ્‍યેથી નજીકના પોલીસ સ્‍ટેશન અથવા ખેરગામ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

થર્ટી ફર્સ્‍ટને લઈ પોલીસ અને બુટલેગરો વચ્‍ચે લાગી હોડ: 3 લાખના દારૂ સહિત 8 લાખના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારને દબોચતી વલસાડ એલસીબી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ નજીક હાઇટેનશન વીજટાવર ઉપર અજાણ્‍યા વ્‍યક્‍તિ ચઢી જતાં બળીને ભથ્‍થું

vartmanpravah

ગુજરાતનાં દરેક ગામમાં પહોચશે મોબાઈલ સેવા અને ફાઈબર

vartmanpravah

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

vartmanpravah

Leave a Comment