Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

અકસ્‍માત સર્જી ટ્રક ફરાર થઈ ગઈ પરંતુ ક્‍લીનરને ટક્કર મારનાર આઈસર ચાલકને પોલીસે ઝડપી લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: હાઈવે ઉપર રોજેરોજ વિચિત્ર અકસ્‍માત સર્જાતા રહે છે. ભાગ્‍યે જ કોઈ દિવસ એવો ગયો કે અકસ્‍માત સર્જાયો ન હોય. વિતેલી રાતે અબ્રામા હાઈવે વલસાડ ખોડીયાર હોટલની સામે એવો જ અકસ્‍માત સર્જાયો હતો. હેવી મશીન ભરેલ ઉભેલા ટ્રેઈલર ને ટ્રક ચાલક અથડાવી ફરાર થઈ ગયો હતો. કન્‍ટેનરનો ક્‍લીનર મોબાઈલ લેવા કેબિનમાં ગયો અને ઉતરતો હતો ત્‍યાં પુરઝડપે આવી રહેલ આઈસરે ક્‍લીનરને ટક્કર મારી દેતા ઘાયલ ક્‍લીનરને સિવિલમાં ખસેડાયો હતો.
અકસ્‍માતની વિગતો મુજબ ટ્રેઈલર નં.જીજે 05 વાયવાય 7943 વલસાડ અબ્રામા ખોડીયાળ હોટલ સામે પાર્ક કરેલું ઉપડયું હતું તે દરમિયાન પુરઝડપે આવી રહેલ ટ્રક નં.પીબી 10 એચટી 1999ટ્રેઈલરને ટક્કર મારી ટ્રક ફરાર થઈ ગઈ હતી તે દરમિયાન ટ્રેઈલર કેબિનમાંથી મોબાઈલ લેવા ગયેલ ક્‍લીનર નીચે ઉતરતો હતો ત્‍યારે આઈસરએ ક્‍લીનરને અડફેટમાં લેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ ક્‍લિનરને પોલીસે સિવિલમાં સારવાર માટે ખસેડયો હતો જ્‍યારે અકસ્‍માત સર્જી ભાગી છૂટેલ આઈસર ચાલકને પોલીસે દબોચી લીધો હતો.

Related posts

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah

વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત માનસિક સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વેક્સિન કેમ્‍પ યોજાયો

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્‍ટુકના પ્રભારી તરીકે નિમણૂક

vartmanpravah

Leave a Comment