October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકામાં શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.આર.ચૌહાણે ૮૩ બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો

ડુંગરા ક્લસ્ટર ની ત્રણ શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ નાં બાળકોનો પ્રવેશોત્સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩-૨૪નાં બીજા અને અંતિમ દિવસે વાપી તાલુકાના ડુંગરા ક્લસ્ટરમાં આઝાદનગર હિન્દી મીડિયમ પ્રાથમિક શાળા, પ્રાથમિક કેન્દ્ર શાળા-ડુંગરા અને પ્રાથમિક મુખ્ય શાળા-લવાછાના કુલ ૮૩ બાળકોને શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.આર.ચૌહાણે શાળાપ્રવેશ કરાવ્યો હતો. જેમાં આંગણવાડીમાં ૮ કુમાર અને ૧૪ કન્યા મળી કુલ ૨૨, બાલવાટિકાના ૧૫ કુમાર અને ૧૫ કન્યા મળી કુલ ૩૦ અને ધોરણ – ૧માં ૭ કુમાર અને ૨૪ કન્યા મળી કુલ ૩૧ બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો.
શાળાપ્રવેશ પાત્ર તમામ બાળકોને શૈક્ષણિક કિટ અને હેલ્થ કિટ આપી પ્રવેશ કરાવાયો હતો તેમજ શાળાના તેજસ્વી તારલાઓનું અને ૧૦૦ ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું પણ ઈનામો આપી સન્માન કરાયું હતું. દરેક શાળામાં જ્ઞાનસેતુ અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનારા દરેક વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રોથી નવાજવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અને ‘સ્વચ્છતા’ ના વિષયો ઉપર પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ઉપસચિવ એમ.આર.ચૌહાણે પ્રવેશ મેળવેલા બાળકો અને તેમના વાલીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, અહીંયાના શિક્ષકો બાળકો પાછળ ખુબ જ મહેનત કરે છે. વાલીઓને પણ બાળકોને શાળાએ મોકલવાની ધગશ છે. આ બાબત બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ જ મહત્વની છે. દરેક બાળકો સારૂ શિક્ષણ મેળવી ખૂબ જ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે કહ્યું હતું કે શિક્ષણના આ પર્વમાં સામેલ થવાનો આવો અવસર દરેક વ્યક્તિને મળતો નથી. આ કાર્યક્રમોમાં સહભાગી થવાથી હું ધન્યતા અનુભવું છું.
હાલમાં આઝાદનગર હિન્દી મીડિયમ પ્રાથમિક શાળામાં ૨૨૦ કુમાર અને ૨૪૦ કન્યા મળી કુલ ૪૬૦, પ્રાથમિક કેન્દ્ર શાળા-ડુંગરામાં વિદ્યાર્થીઓ ૨૭૪ કુમાર અને ૨૯૩ કન્યા મળી કુલ ૫૬૭ અને પ્રાથમિક મુખ્ય શાળા-લવાછામાં ૫૮ કુમાર અને ૬૪ કન્યા મળી કુલ ૧૨૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
આ કાર્યક્રમોમાં ડુંગરા સી.આર.સી. નિલમબેન એચ.શુક્લ, ત્રણેય શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ, શાળાના વિકાસમાં સહભાગી થતા દાતાઓ, વિસ્તારના અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

vartmanpravah

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્‍ટ ફેસ્‍ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના દર્શન થયા

vartmanpravah

Leave a Comment