(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મજીગામ નીલકંઠ દર્શન સોસાયટી ખાતે રહેતા નિર્મલસિંહ કરમસિંહ મનિયાની (મૂળ રહે.મજીગામ માહ્યાવંશી મહોલ્લો તા.ચીખલી)(ઉ.વ-77) ને હાઇડ્રોસિલનું ઓપરેશન થોડા મહિના અગાઉ કરેલ હોય અને બ્લડ પ્રેશરની દવા પણ ચાલુ હોય જે બીમારીથી કંટાળી જઈ બુધવારની સવારના સમયે ઘરના ધાબા ઉપર ચઢી બીજા માળેથી પડતું મુકતા નીચે પડતા નાક તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર ગુરવીન્દ્રરસિંહ નિર્મલસિંહ મનિયાની (ઉ.વ-46) (હાલ રહે.નિલંકઠ દર્શન સોસાયટી મજીગામ તા.ચીખલી) (મૂળ રહે.મજીગામ માહ્યાવંશી મહોલ્લો તા.ચીખલી) એ કરતા વધુ તપાસ પીએસઆઇ-એમ.કે.ગામીત કરી રહ્યા છે.