September 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભામાં તારાંકિત પ્રશ્નના માધ્‍યમથી સાંસદ ઉમેશભાઈ પટેલે સેલવાસની સરકારી નમો મેડિકલ કોલેજમાં પી.જી.ના અભ્‍યાસક્રમ માટે રાખવામાં આવેલ અતાર્કિક ફીસનો ઉઠાવેલો મુદ્દો

નમો મેડિકલ કોલેજમાં નિયમિત પ્રાધ્‍યાપકો, નિષ્‍ણાત ચિકિત્‍સકો, રેસિડન્‍ટ ડોક્‍ટરો અને અન્‍ય સ્‍વીકૃત પદો માટે ખાલી પડેલ જગ્‍યાઓના વિવરણની પણ કરેલી માંગણીઃ ખાલી પડેલા પદોના કારણે મેડિકલ એજ્‍યુકેશન, ક્‍લિનિકલ પ્રશિક્ષણ અને દર્દીઓને મળનારી આરોગ્‍ય સેવાઓની ગુણવત્તા ઉપર પડી રહેલા પ્રભાવની પણ માંગેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.31 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલે આજે લોકસભામાં તારાંકિત પ્રશ્નના માધ્‍યમથી નમો મેડિકલ કોલેજ અને અનુસંધાન સંસ્‍થા સેલવાસમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશનના અભ્‍યાસક્રમની ફીસ, સરકારી મેડિકલ કોલેજોમાં ફીની અસમાનતા તથા મેડિકલ કોલેજમાં ખાલી પડેલ પદોનો મુદ્દો ઉઠાવ્‍યો હતો.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે તારાંકિત પ્રશ્નના માધ્‍યમથી દેશભરમાં સરકારી મેડિકલ કોલેજોમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન અભ્‍યાસક્રમોની ફીસમાં વ્‍યાપેલી અસમાનતા ઉપર સરકારનું ધ્‍યાન આકર્ષિત કર્યું હતું. તેમણે વિશેષ રૂપથી નમો મેડિકલ કોલેજ સેલવાસના પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન અભ્‍યાસક્રમના ફી માળખાની સમીક્ષા કરી તેનેવિદ્યાર્થીઓ માટે વધુ તર્કસંગત અને વ્‍યાજબી બનાવવા માટે માંગણી કરી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે નમો મેડિકલ કોલેજમાં નિયમિત પ્રાધ્‍યાપકો, નિષ્‍ણાત ચિકિત્‍સકો, રેસિડન્‍ટ ડોક્‍ટરો અને અન્‍ય સ્‍વીકૃત પદો માટે ખાલી પડેલ જગ્‍યાઓના વિવરણની પણ માંગણી કરી હતી અને આ ખાલી પડેલા પદોના કારણે મેડિકલ એજ્‍યુકેશન, ક્‍લિનિકલ પ્રશિક્ષણ અને દર્દીઓને મળનારી આરોગ્‍ય સેવાઓની ગુણવત્તા ઉપર શું પ્રભાવ પડી રહ્યો છે?, તથા આ પદોને તાત્‍કાલિક ભરવા માટે સરકાર શું પગલાં ભરી રહી છે તે બાબતે પણ પ્રશ્ન પૂછી વિગત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
દમણ અને દીવના શ્રી ઉમેશભાઈ પટેલે નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં પોસ્‍ટ ગ્રેજ્‍યુએશનના અભ્‍યાસક્રમ માટે રૂા.75 લાખ કરતા વધુની રાખવામાં આવેલી ફીસનો મુદ્દો લોકસભામાં ઉઠાવતા પ્રદેશના વિદ્યાર્થીઓએ તેમની પહેલને વધાવી લીધી છે અને પ્રદેશના યુવા વિદ્યાર્થીઓ માટે ઉચ્‍ચ અભ્‍યાસક્રમ સહિત સરકારી નોકરીમાં તક મળે તેવી વ્‍યવસ્‍થા માટે પણ સરકારનું ધ્‍યાન દોરશે એવી સામાન્‍ય જનતા અપેક્ષા પ્રગટ કરી રહી છે.

Related posts

પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલનાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને રાષ્ટ્રીય એવોર્ડ સાથે 1 લાખનું ઈનામ પણ મળ્યું

vartmanpravah

તુંબના નાભ પેટ્રોલ પંપ પરપાણીના મિશ્રણ વાળું પેટ્રોલ ભરાતા વાહનો ખોટકાયા

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ

vartmanpravah

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર કથિત ગૌમાસનો જથ્‍થો ભરેલા બે કન્‍ટેનર ઝડપાયા

vartmanpravah

વાપીના ભિલાડથી ગુમ થયેલ 8 વર્ષીય બાળકને પોલીસે ડ્રોનની મદદથી વાપી સીઈટીપી પાસે ઝાડીમાંથી શોધી કાઢયો

vartmanpravah

Leave a Comment