November 24, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતદમણદીવદેશ

ફ્રિજમાં દૂધ જ શોભે, બીજી કોઈ વસ્‍તુ નહીં: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની નશામુક્‍તિ માટેની લાક્ષણિક ટકોર

હિંમતનગરના કરણપુરમાં આયોજીત અર્બુદા સંસ્‍કાર ધામના ભવ્‍ય પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીએ માં ઉમિયા, માં ખોડિયાર અને માં અર્બુદા ત્રણેય સગી બહેનો હોવાનું જણાવી સમસ્‍ત પાટીદાર સમાજની એકતા ઉપર મુકેલો ભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.24
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કરણપુરમાં રૂા.35 કરોડના ખર્ચે 4.5 એકર જમીન ઉપર નિર્માણ પામનાર અર્બુદા સંસ્‍કાર ધામ ખાતે ભવ્‍ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પાવન ધાર્મિક પ્રસંગે ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વિશેષ ઉપસ્‍થિતિ નોંધાવી માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઈ ચૌધરી અને સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્‍યામાં આંજણા ચૌધરી સમાજના લોકો અર્બુદા ધામ ખાતે ઉમટી પડયા હતા. જેના કારણે સમગ્ર પરિસરમાં ભક્‍તિ, આસ્‍થા અને ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો.
પ્રફુલભાઈ પટેલે સમાજમાં એકતા અને નશામુક્‍તિનો સંદેશ આપ્‍યો
આપ્રસંગે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કાર્યક્રમને સંબોધતા માં ઉમિયા, માં ખોડિયાર અને માં અર્બુદાને ત્રણ સગી બહેનો સમાન ગણાવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, દેવીઓ એક છે, ત્‍યારે સમાજમાં પણ એકતા હોવી અત્‍યંત જરૂરી છે અને તેમણે માર્મિક રીતે જણાવ્‍યું હતું કે, ચૌધરી સમાજ પણ પાટીદાર સમાજનો જ ભાગ છે. તેમણે તમામ વાડાઓ તોડી પાટીદાર સમાજની એકતા ઉપર ભાર મુક્‍યો હતો. તેમણે વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની નાની ઉંમરમાં મેળવેલી સફળતાનો ઉલ્લેખ કરીને તેમની પ્રશંસા કરી હતી. સાથે જ બનાસ ડેરીના વિકાસની વાત કરતાં જણાવ્‍યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ડેરીનું દૂધ ઉત્‍પાદન 22 લાખ લિટરથી વધીને એક કરોડ લિટર સુધી પહોંચ્‍યું છે. આ ઉપરાંત ગોબર(છાણ)માંથી ગેસનું ઉત્‍પાદન કરીને આવકનો નવો માર્ગ પણ ઊભો કરવામાં આવ્‍યો છે.
ફ્રિજમાં દૂધ જ શોભે, બીજી કોઈ વસ્‍તુ નહીં
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના સંબોધનમાં યુવાનોને નશામુક્‍તિનો સંકલ્‍પ લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણા ઘરના ફ્રિજમાં દૂધ જ શોભે, દૂધ સિવાયની બીજી કોઈ વસ્‍તુ ન શોભે. આ નિવેદન દ્વારા તેમણે વ્‍યસનોથી દૂર રહેવા અને સ્‍વસ્‍થજીવનશૈલી અપનાવવા સમાજને ટકોર કરી હતી. તેમણે ખાસ કરીને યુવા પેઢીને નશાથી દૂર રહેવા અને સમાજમાં નશામુક્‍તિની ભાવનાને મજબૂત બનાવવા આહ્‌વાન કર્યું હતું.
શંકરભાઈ ચૌધરીએ શિક્ષણ અને નશામુક્‍તિ પર ભાર મૂક્‍યો
વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનની શરૂઆત શ્રી પ્રફુલભાઈ પટેલ સાથેના આત્‍મીય સંબંધનો ઉલ્લેખ કરીને કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, શ્રી પ્રફુલભાઈ પટેલના તેમણે ખૂબ રોટલા ખાધા છે. આજે તમામ ક્ષેત્રનું નેતૃત્‍વ એક જ મંચ પર એકત્ર થયું છે. સમાજે ધર્મ, આધ્‍યાત્‍મ, શિક્ષણ અને સંસ્‍કળતિને સાથે રાખીને આગળ વધવાની દિશામાં કામ કર્યું છે. શ્રી શંકરભાઈ ચૌધરીએ શિક્ષણને સમાજની પ્રગતિનું સૌથી મહત્ત્વપૂર્ણ માધ્‍યમ ગણાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, શિક્ષણને વધુમાં વધુ પ્રાધાન્‍ય આપવું જરૂરી છે. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પણ સમાજને ખૂબ સહયોગ આપ્‍યો હોવાનું તેમણે જણાવ્‍યું હતું.
દારૂના વ્‍યસન સામે શંકરભાઈ ચૌધરીની ટકોર
શ્રી શંકરભાઈ ચૌધરીએ નશામુક્‍તિના મુદ્દે સ્‍પષ્ટ સંદેશ આપતાં જણાવ્‍યું હતું કે, દારૂ પીનાર વ્‍યક્‍તિને ચૌધરી કહેવામાં પણ શરમ આવે છે. તેમણે ગામ, તાલુકા અને જિલ્લા સ્‍તરે નશામુક્‍તિનો સંકલ્‍પ લેવા અપીલ કરી હતી. સમાજના દરેક પરિવારેઆ દિશામાં જવાબદારી નિભાવવી જોઈએ તેમ તેમણે જણાવ્‍યું હતું. બનાસ ડેરીના વિકાસનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્‍યું હતું કે, અગાઉ પશુપાલકોને મહિને આશરે 250 કરોડ રૂપિયાનું પેમેન્‍ટ થતું હતું, જે હવે વધીને 1,400 કરોડ રૂપિયા સુધી પહોંચ્‍યું છે. પશુપાલકોને આજે મહત્ત્વ અને સન્‍માન મળ્‍યું છે. આ સાથે સમાજના સહયોગ માટે તેમણે પાંચ લાખ રૂપિયાની જાહેરાત પણ કરી હતી.
શ્રી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે શિક્ષણ અને આસ્‍થાને સમાજની શક્‍તિ ગણાવી
મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં શિક્ષણ અને માતાજીની આસ્‍થાને સમાજની બે મોટી શક્‍તિ ગણાવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આસ્‍થા કેન્‍દ્રો સમાજ માટે પાવર હાઉસ સમાન છે. દેવદિવાળીના પવિત્ર દિવસે માતાજીનાં દર્શન કરવાનો આનંદ વ્‍યક્‍ત કરતાં તેમણે સમાજની ધાર્મિક અને સાંસ્‍કળતિક પરંપરાઓનું મહત્ત્વ સમજાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના સંકલ્‍પનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે વિકાસની રાજનીતિ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે અને આજના સમયમાં આત્‍મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે.
સમાજના વિકાસમાં દાતાઓની સાથે સામાજિક યોગદાન પણ જરૂરી
શ્રીભૂપેન્‍દ્રભાઈ પટેલે ચૌધરી સમાજની આગવી ઓળખનો ઉલ્લેખ કરીને તમામ દાતાઓનો આભાર માન્‍યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે સમાજના વિકાસ માટે માત્ર પૈસા આપનારા દાતાઓ જ નહીં, પરંતુ સમાજ માટે નિઃસ્‍વાર્થ કામ કરનારા લોકો પણ જરૂરી છે. સામાજિક યોગદાન સમાજની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, જે સમાજ પોતાનો ઇતિહાસ જાણે છે, તે જ સમાજ આગળ વધી શકે છે. સમાજના ઇતિહાસ અને સંસ્‍કળતિને સાચવવામાં લેખકો અને આગેવાનોનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. આ માટે તેમણે લેખકો અને સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ વનકર્મીઓની ટીમે દૂધની અને કરચોંડથી ઘુવડ સાથે બે વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

વાઘછીપામાં થયેલ લૂંટ અને ખૂનની કોશિશના આરોપીઓ ઝબ્‍બે

vartmanpravah

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

ભીલાડની બ્રાઈટ ફયુચર ઈંગ્‍લિશ મિડિયમ સ્‍કૂલમાં વર્ષ 2022-2023નો વાર્ષિક મહોત્‍સવ ‘‘સ્‍ટેજિસ ઓફ લાઈફ” ઉજવાયો

vartmanpravah

કોરોનાની સામે લડત આપવા દીવ સરકારી હોસ્‍પિટલ દરેક સુવિધાઓથી સજ્જ

vartmanpravah

Leave a Comment