(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત રત્ન સ્વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની 97મી જન્મજ્યંતિના અવસરે અટલ ભવન સેલવાસ ખાતે પ્રદેશના વિવિધ જીલ્લા મંડળો દ્વારા પુષ્પાંજલિ અને કાવ્યાંજલિ અર્પિત કરી યાદ કરવામા આવ્યા હતા.
આ અવસરે પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઇ દેસાઈ, સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર, શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.