July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ 2 હજારની લાંચ લેતા ઝડપાયા

ટ્રક ચેકીંગ કરીને ફરિયાદ નહી કરવા, મામલો રફેદફે કરવા 5 હજાર માંગ્‍યા હતા, બાદમાં બે હજાર નક્કી થયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: એ.સી.બી. ટ્રેપિંગ અધિકારી કે.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કમ્‍પાઉન્‍ડમાં ઈન્‍વીટીગેશન ઓફિસની બહાર છટકું ગોઠવ્‍યું હતું. તેમાં જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ એક ટ્રક ડ્રાઈવર પાસેથી 2 હજારની લાંચ લેતા એ.સી.બી.એ રંગે હાથ ઝડપી પાડયા હતા.
એ.સી.બી.ના છટકામાં પકડાયેલ હે.કો. સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલએ યુ.પી.એલ. કંપની પાસે સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલ યુનિયા રોડ લાઈન્‍સની ટ્રક નં.ડીડી 01 જી 9639ના ડ્રાઈવરને બ્રિજ નીચે બોલાવી ફરિયાદ નહીં કરવા અને રફેદફે કરવા રૂપિયા 5 હજારની માંગણી કરી હતી. તેથી લાંચ નહિ આપના માગતા ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. તે અન્‍વયે એ.સી.બી.એ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં છટકું ગોઠવ્‍યું હતું.જમૂળ યુપી હાલ ચડોર ગામે રહેતો હોમગાર્ડ આશિષ અમરનાથ પાલ તથા મૂળ રાજકોટ હાલ વાપી પોલીસ લાઈનમાં રહેતાં સાગર રણજીતભાઈ ડાંડીયા 2 હજારની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયા હતા. બન્નેની અટક કરવામાં આવી હતી.

Related posts

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

આજે વલસાડમાં જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્‍યક્ષતામાં ધરમપુર ખાતે થશે

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગ કરેલ ત્રણ યુવાનો ઝડપાયા : પોલીસે રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના’ સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાનહના નરોલી પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ પ્રશાસનિક ઉચ્‍ચ અધિકારીઓની રહેલી ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી

vartmanpravah

Leave a Comment