January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)

સેલવાસ,તા.27: સેલવાસના પીપરીયા વિસ્‍તારમાં રીક્ષા સ્‍ટેન્‍ડની બાજુમાં સરકારી જગ્‍યા પર લીમડાના ઝાડ નીચે બનાવવામાં આવેલ કાળી માતાના મંદિરને નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથેહટાવવામાં આવ્‍યું હતું અને માતાની મૂર્તિને ડો. બાબા સાહેબ આંબેડકર કોમ્‍યુનીટી હોલમાં સુરક્ષિત રાખવામાં આવી છે. આ બાબતે પાલિકા ઈજનેરે જણાવ્‍યું છે કે માતાજીની મૂર્તિને બીજી સારી જગ્‍યા પર પ્રસ્‍થાપિત કરવા માટે સંબંધિત વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાઓ ઈચ્‍છે તો અમારી પાસેથી લઈ જઈ શકે છે. સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર આ મંદિર પાંચ વર્ષ પહેલાં ફંડફાળો એકત્રિત કરીને બનાવવામાં આવ્‍યું હતું અને હાલમાં સેલવાસ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની નોટિસ કે સૂચના આપ્‍યા વિના જ મંદિરને હટાવી દીધું છે. આ મંદિર અમારી આસ્‍થા સાથે જોડાયેલું છે જેનું પણ ધ્‍યાન રાખવું જરૂરી હતું. પરંતુ એવું સત્તાધિશોએ કંઈ પણ કર્યું નહીં અને લોકોની આસ્‍થાને ઠેસ પહોંચાડી તેઓની લાગણીને દુભાવી છે.

Related posts

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરાવી e -KYC કરાવી શકાશે

vartmanpravah

વાપીનો યુવાન રાષ્‍ટ્ર પ્રેમનો મિશાલ બન્‍યો : 75મા ગણતંત્ર દિવસ 75 કીલોમીટર દોડ દોડી ઉજવ્‍યો

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર દુકાન ચલાવનારાઓ બેઆબરૂ

vartmanpravah

Leave a Comment