December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નૂતન પ્રયાસ ફાઉન્‍ડેશને દાનહના જર્જરિત રસ્‍તાઓની મરામ્‍મત કરવા કલેક્‍ટરને આપેલું આવેદન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: દાદરા નગર હવેલીની નૂતન પ્રયાસ ફાઉન્‍ડેશન સંસ્‍થા દ્વારા પ્રદેશના ખરાબ રસ્‍તાઓની મરામ્‍મત કરી નવીનીકરણ કરવા માટે કલેક્‍ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્‍યું છે. જેમાં જણાવ્‍યા મુજબ દાદરા નગર હવેલીના મોટાભાગના મુખ્‍ય રસ્‍તાઓના સમય પર નવીનીકરણ કે મરામ્‍મત કાર્ય નહીં થવાને કારણે ચોમાસાની ઋતુ શરૂ થતાં જ રસ્‍તાઓની હાલત ખરાબ થઈ ચૂકેલ છે. રસ્‍તાઓ પર મોટા મોટા ખાડાઓ હોવાને કારણે લોકોને આવાગમન કરવા ઘણીપરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક રસ્‍તાઓ પર તો પગપાળા ચાલવામાં પણ પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે. તો બીજી તરફ વાહન ચાલકોને ખાડામાં વરસાદી પાણીના ભરાવાને કારણે ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. દુઃખ સાથે જણાવીએ છીએ કે સેલવાસ શહેર, ગ્રામીણ હોય કે ઔદ્યોગિક વિસ્‍તારના રોડ ડિવાઈડર, ઝિબ્રા ક્રોસિંગ વગરના રસ્‍તાઓના કારણે ઘણી વખત દુર્ઘટનાઓ પણ થઈ રહી છે. જેમાં કેટલીય વ્‍યક્‍તિઓને શારીરિક નુકસાન થયું છે તો કેટલાક પરિવારોએ પોતાના સભ્‍યને ખોયા છે. સેલવાસ શહેર, રખોલીથી સીલી, સેલવાસથી ઉમરકુઈ, સેલવાસથી ખાનવેલ માર્ગ, જિલ્લાના કેટલાક સ્‍થાનો પર ત્‍યાંના સ્‍થાનિક વેપારીઓ અને ઔદ્યોગિક એકમોને ઘણી જ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી સંસ્‍થા દ્વારા કલેક્‍ટરશ્રીને નિવેદન કરવામાં આવ્‍યું કે વહેલામાં હવેલી તકે ખખડધજ રસ્‍તાઓની મરામ્‍મત અને નવીનીકરણ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે.

Related posts

દાનહમાં કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી સીજીએસટી ઈન્સ્પેક્ટરને રૂ.૪૦ હજારની લાંચ લેતા એ.સી.બી.એ ઝડપી પાડયો

vartmanpravah

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

vartmanpravah

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

vartmanpravah

કપરાડા તાલુકામાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહમાં ગણપતિ મહોત્સવને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

Leave a Comment