Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રિક્ષાની સીએનજી ટેન્‍કમાં દારૂનો જથ્‍થો છુપાવી લઈ જતાં ખેપિયાની મોતીવાડાથી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: સંઘપ્રદેશમાંથી યેનકેન પ્રકારે ખેપિયાઓ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્‍ન કરતાંહોય છે. પરંતુ પારડી પોલીસ ખેપિયાઓની અનેક યુક્‍તિઓને નિષ્‍ફળ કરી દારૂ ઝડપી રહી છે. ત્‍યારે ફરી એકવાર બુધવારના રોજ પેટ્રોલીંગમાં ફરતા પારડી પોલીસમથકના કોન્‍સ્‍ટેબલ રણજીતસિંહ, ક્રીપાલસિંહ, અને પ્રદીપસિંહને દમણથી એક રીક્ષા નંબર જીજે-15-વાય-8403 માં દારૂનો જથ્‍થો ભરી લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી અને જે બાતમી આધારે મોતીવાડા રેલવે બ્રિજ પર વોચ ગોઠવી હતી અને બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે અટકાવી તલાશી લેતા એક સમયે રિક્ષા ખાલી મળી હતી પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં રિક્ષામાં લાગેલી સીએનજી ટેન્‍કમાં ચોરખાના મળ્‍યા હતા. રિક્ષાની બોડીને આખી ઉચી કરી સીએનજી ટેન્‍કનું ચોર ખાનું ખોલી પોલીસે દારૂની બોટલ નંગ 96 જેની કિંમત રૂા.12000 નો જથ્‍થો મળતા રૂા.50,000 રીક્ષા મળી રૂા.67,000નો મુદ્દામાલ કબજે લઈ ચાલક શાહરૂખ ઉર્ફે ઈમરાન નિઝામ ખાન ઉવ 25 રહે.સુરત સચિન ઉનપાટિયાની ધરપકડ કરી છે. અને તેના વિરુદ્ધ વિવિધ પ્રોહીબીશનની કલમ હેઠળ ગુન્‍હો દાખલ કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

દમણ પ્રિમિયર લીગમાં ચેમ્‍પિયન બનેલ કચીગામની આરડીએક્‍સ ઈલેવન

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

vartmanpravah

વાપી શહેરમાં રોડ ઉપર પડેલા ખાડાઓમાં વૃક્ષો રોપી કોંગ્રેસે નોંધાવેલો વિરોધ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત રાત્રી ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment