Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપીના 10 વર્ષના યુગ ટંડેલએ છેલ્લા સપ્તાહના અંતે અમદાવાદમાં યોજાયેલી સબ-જુનિયર ગુજરાત સ્‍ટેટ એક્‍વેટિક ચેમ્‍પિયનશિપ 2022 માં બ્રેસ્‍ટસ્‍ટ્રોક 50 મીટર સ્‍પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવ્‍યો હતો. ચેમ્‍પિયનશિપનું આયોજન ગુજરાત સ્‍ટેટ એક્‍વેટિક એસોસિએશન દ્વારા કરવામાં આવ્‍યું હતું જે સ્‍વિમિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા અને ગુજરાત સ્‍ટેટ ઓલિમ્‍પિક એસોસિએશન સાથે સંલગ્ન છે.
યુગ ટંડેલ વાપીના ધ સ્‍પોર્ટ્‍સ કલબ ઓફ વાપી ખાતેકોચ વિક્રમ સર ના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે. તથા યુગ આગામી સ્‍પર્ધાઓમાં રાષ્‍ટ્રીય સ્‍તરે ગોલ્‍ડ મેડલ જીતી વાપીનું નામ રાષ્‍ટ્રીય સ્‍તરે લય જશે એવી આશા વ્‍યક્‍ત કરી છે.
રાજ્‍ય ભરમાંથી યુગને અને ધ સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીના સંચાલકોને અભિનંદન મળી રહ્ય છે. રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલનો બીજો ક્રમ આવવો એ વાપી માટે ગૌરવ ની વાત છે.

Related posts

વાપીથી બાઈકની ઉઠાંતરી

vartmanpravah

લાંબા સમય બાદ દાનહમાં પણ ફરી માથું ઊંચકી રહેલો કોરોનાઃ 01 પોઝીટીવ : પ્રશાસન સતર્ક

vartmanpravah

દમણના કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનમાં યોજાયો ‘ટ્રૂપ્‍સ ગેટ ટુ ગેધર’ કાર્યક્રમઃ મરવડ ગ્રા.પં.ના ઉપ સરપંચ સતિષભાઈ પટેલની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

vartmanpravah

Leave a Comment