Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના કપરાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડયો

કપરાડામાં નેશનલ હાઈવે 848 પર પાણી ભરાતા
વાહન વ્‍યવહાર ખોરવાઈ ગયો હતો

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: કપરાડા તાલુકાના મથક નેશનલ હાઈવે 848 ગુજરાત અને મહારાષ્‍ટ્ર આંતરિક ઉદ્યોગ સાથે વાહન વ્‍યવહારનો મુખ્‍ય માર્ગ છે. નેશનલ હાઈવેને અડીને બિલ્‍ડર દ્વારા બાંધકામ કરવામાં આવ્‍યું છે, કુદરતી પાણીનું વહેણને નડતરરૂપ પુરાણો કરી દેવામાં આવ્‍યું હતું જે પાણી નીકળી શકે એમ નથી. રોડ પર પાણી ભરાતા વાહન વ્‍યવહાર તેમજ સ્‍થાનિક લોકો મુશ્‍કેલીઓમાં મુકાયા હતા. ગ્રામ પંચાયતની લાપરવાહી સામે આવી છે. કપરાડા ગ્રામ પંચાયત દ્વારા બિલ્‍ડરને જે પરમિશનઆપવામાં આવ્‍યું છે એ બાંધકામ શંકા વ્‍યક્‍ત કરી રહ્યા છે.
વલસાડના કપરાડામાં બે કલાકમાં ચાર ઈંચ, સૌરાષ્‍ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હોય આજે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડના કપરાડામાં બે કલાકમાં ચાર ઈંચ અને ધરમપુરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા કોલક, પાર, તાન અને ઔરંગા નદીની જળસપાટીમાં વધારો થયો છે. લો લેવલના કોઝવે પર પાણી ફરી વળવાના કારણે 15 જેટલા રસ્‍તાઓ બંધ થયા છે. ધરમપુરના કેળવણી ખાતે લાવરી નદીનો કોઝવે પાણીમાં ડૂબી જતા લોકો ફસાયા હતા. તો મોટી પલસોન ગામે કરજલી-ખોરીપાડા પુલ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે પ્રાથમિક શાળામાં ગયેલા વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતી સમયે જીવના જોખમે પુલ પસાર કરતા જોવા મળ્‍યા હતા.
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા વ્‍યક્‍ત કરાઈ છે, જેમાં દ્વારકા જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્‍યું છે. તો જામનગર પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અનેનગર-હવેલીમાં ઓરેન્‍જ એલર્ટ અપાયું છે, જ્‍યારે કચ્‍છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી અને ભાવનગરમાં યેલો એલર્ટ અપાયું છે.

Related posts

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

પારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગની મળી બાંધકામની મંજૂરી

vartmanpravah

ચીખલીઃ રાનવેરીખુર્દની આંગણવાડીના ભૂલકાંઓ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી

vartmanpravah

વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં સોમવારે પ્રેસવાર્તા યોજાઈ

vartmanpravah

Leave a Comment