October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવાર દ્વારા ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી – વાંસદામાં નોકરી વાંચ્‍છુક ટેટ-ટાટ પાસ યુવાનો દ્વારા વાંસદા – ચીખલીના ધારાસભ્‍ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જણાવ્‍યું હતું કે, ટીવી-મીડિયા અને ન્‍યૂઝ દ્વારા જાણવા મળ્‍યું છે કે, આગામી દિવસોમાં 26,500 જ્ઞાન સહાયકો અને 5000 ખેલ સહાયકોની ભરતી કરવા શિક્ષણ વિભાગ તૈયારી કરી રહ્યું છે. જો આ પ્રોજેકટ મિશન ઓફ ઍક્‍સેલન્‍સ અમલમાં આવશે તો હજ્‍જારો ઉમેદવારોએ શિક્ષક અભિયોગ્‍યતા કસોટી (ટેટ-ટાટ) પાસ કરેલ છે. તેમના ભવિષ્‍ય અંધકારમય બની જશે. રાત દિવસ મહેનત કરી ટેટ-ટાટ પરીક્ષા પાસ કરી અમોને આ જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી મંજૂર નથી. અસ્‍થાયી શિક્ષક શું બાળકનું પૂર્ણ ઘડતર કરી શકે? જેને પોતાના ભવિષ્‍ય ખબર ના હોય તે બાળકોનું ભવિષ્‍ય નક્કી કરશે? કેટલાક વર્ષોથી રાહ જોવાતી કાયમી ભરતીને બદલે કરાર આધારિત ભરતીમાટે અમે મંજૂર નથી. જ્ઞાન સહાયક યોજના રદ થાય અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી ગુજરાત રાજ્‍યમાં શિક્ષણની ગુણવત્તા સુધારી શકાય અને સરકાર પાસે બાળકો અને બેરોજગાર ઉમેદવારોના હિત માટેના નિર્ણય ની માંગ કરીએ છીએ.
ધારાસભ્‍ય અનંતભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, કાયમી શિક્ષકોની ભરતીથી જ શિક્ષણ સુધરશે અને ટેટ-ટાટ પાસ યુવાનોની રજૂઆત સંદર્ભે સરકારમાં યોગ્‍ય કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

Related posts

દાનહઃ ગલોન્‍ડા ગ્રા.પં. વિસ્‍તારમાં કંપનીઓ દ્વારા નદીમાં કેમિકલયુક્‍ત પાણી છોડાતા માછલીઓના નિપજેલા મોત

vartmanpravah

રાનકુવામાં ધોળે દિવસે તસ્‍કરોએ બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 1.89 લાખની મત્તાની કરેલી ચોરી

vartmanpravah

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

વાપી છરવાડા પંચાયતના માજી સરપંચ હેમંત પટેલને વાપી કોર્ટે ચેક રિટર્ન કેસમાં સજા ફટકારી

vartmanpravah

Leave a Comment