January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજના 77મા સ્‍વતંત્રતા દિવસે વીઆઈએ ગ્રાઉન્‍ડ પર થઈ રહેલ ધ્‍વજ વંદનના કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ દ્વારા ધ્‍વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી અને તેમણે સ્‍વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અધ્‍યક્ષતામાં આપણા દેશે ઘણી પ્રગતિ કરી છે અને એના ફળ સ્‍વરૂપ આજે આપણો દેશ આર્થિક સ્‍તરે 5 માં સ્‍થાને પહોંચ્‍યો છે, ભવિષ્‍યમાં પણ આપણો દેશ ઉન્નતિના શિખર પર પહોંચે તે માટે દેશના નાગરિકોને આગળ આવી પોતાનું યોગદાનઆપવા માટે અપીલ કરવામાં આવી, ઉપરાંત એમણે જણાવ્‍યું કે ગુજરાત રાજ્‍યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વલસાડ જિલ્લાના વાપીના વિકાસ માટે વિકાસ પુરૂષ તરીકે વાપીને આર્થિક અને જનકલ્‍યાણના કામ અને નવું વાપી બનાવવા માટે અથાગ પ્રયત્‍નો કરેલ છે, અને જે રીતે ભારત દેશના વિકાસમાં ગુજરાત આગળ વધીને ભાગીદાર થઈ રહ્યું છે તે જ રીતે ગુજરાતના વિકાસમાં વાપી પણ સહભાગી બનેલ છે. વાપીના ઉદ્યોગકારમિત્રોને પાણીની બચત, વીજળીની બચત, પ્‍લાસ્‍ટિકનો ઓછો ઉપયોગ, પર્યાવરણના જતનને આપણે ગંભીરતાથી લઈએ અને આપણા પર્યાવરણ અને પૃથ્‍વીની સુરક્ષા કરીએ એવું આહ્‌વાન વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલ દ્વારા પણ કરવામાં આવ્‍યું હતું.
વીઆઈએના માનદ્‌મંત્રી કલ્‍પેશ વોરાએ પણ સ્‍વતંત્રતા દિનની શુભકામના આપી અને સેન્‍ટ ઝેવિયર્સ હાઈસ્‍કૂલ વાપીના ટ્રસ્‍ટી, મેનેજમેન્‍ટ, સ્‍ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્‍યક્‍ત કરાવ્‍યો કે તેઓ હંમેશા વીઆઈએમાં થતા ધ્‍વજવંદન કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપે જ છે આજે પણ તેઓ દ્વારા સુંદર દેશભક્‍તિનું ગીત રજૂ કરવામાં આવ્‍યું હતું. ઉપરાંત એમણે ભવિષ્‍યમાં પણ વીઆઈએ તરફથી સેન્‍ટ ઝેવિયર્સ હાઈસ્‍કૂલ વાપીને બનતો સપોર્ટઆપવાની બાંહેધરી આપી હતી અને ધ્‍વજવંદન કાર્યક્રમમાં ઉપસ્‍થિત સર્વેનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં વીઆઈએના ઉપપ્રમુખ મગન સાવલિયા, વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર નાનુભાઈ બાંભરોલીયા, વીઆઈએના પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રા, વીજીઈએલના સીઈઓ જતીન મેહતા, વીઆઈએ એક્‍ઝિક્‍યુટિવ કમિટિ મેમ્‍બર્સ અને મેમ્‍બર્સ જેમ કે માધુભાઈ માંગુકિયા, સંજય સાવાણી, કૌશિક પટેલ, જયેશ ટેકચંદાની, જગદીશ ભરૂચી, હેમંત પટેલ, કાંતિભાઈ ગોગદાની, મનોજ પટેલ, મેહુલ પટેલ, જોય કોઠારી, લલિત કોઠારી, વિરાજ દક્ષિણી, રાજેશ સાવલિયા, કેતન ઠક્કર, પૂરણસિંઘ રાઠોડ, દેવેન્‍દ્ર પટેલ, રમેશ અકબરી, ચિરાગ કાટેલીયા, હાર્દિક શાહ, અશોક પાટીલ, જતીન મોનાની, દેવાંગ પટેલ અને વીઆઈએ, વીજીઈએલ, વીઈસીસીનો સ્‍ટાફ અને વાપી જી.આઈ.ડી.સી. ફાયર સ્‍ટેશન યુનિટ-1ના ફાયર ઓફિસર અને સ્‍ટાફ, વાપી સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા અન્‍ય જનતાએ પણ તિરંગાને સલામી આપી, ગાંધીબાપુને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી, સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

Related posts

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

ગોયમા ખાતે નજીવી બાબતે મારામારી: ગુટખાની પિચકારી કોણે મારી હોવાનું પૂછતા ચાર જેટલા ઈસમોએ ભેગા મળી ગામના જ વ્‍યક્‍તિને ઢીબી નાખ્‍યો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

vartmanpravah

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા માટે આદતો બદલવાના આંદોલનનું ફૂંકાયેલું રણશિંગુ

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

ધરમપુરના આવધા સાકાર વાંચન કુટીર ખાતે ધો. 10 અને 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ તથા શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment