વલસાડ તા.૧૮: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તા.૧૯/૫/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મોરારજી દેસાઇ ઓડિટોરીયમ હોલ, વલસાડ ખાતે કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠો વિભાગના મંત્રી જીતુભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં ક્રેડિટ કેમ્પ યોજાનાર છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્યો સર્વે ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ અને રમણલાલ પાટકર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયેશ મયાત્રા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે