Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: તા.01- 09- 2023 થી તા.12- 09- 2023 સુધી રાજભાષા વિભાગ દીવ દ્વારા ‘‘હિન્‍દી – પખવાડિયું – 2023 ની ઉજવણીના અનુસંધાને વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવના પ્રભારી પ્રાચાર્ય શ્રી ઝાકિર લાખાવાલા સાહેબનાં સક્ષમ નેતૃત્‍વમાં તથા હિન્‍દી શિક્ષિકા આરાધના બહેન જી. સ્‍માર્ટનાં સફળ માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ વિવિધ સ્‍પર્ધાઓમાં વિજેતા બની વધારેમાં વધારે પુરસ્‍કાર પ્રાપ્ત કર્યા હતા.
જેમાં નિબંધ લેખન સ્‍પર્ધામાં માધ્‍યમિક વિભાગમાં પ્રથમ સ્‍થાન બામણીયા રિદ્ધિ વિજયકુમાર, ઉચ્‍ચત્તર માધ્‍યમિક વિભાગમાં દ્વિતીય સ્‍થાન કામલિયા અંકિત જીણાભાઈ તથા શિક્ષક વિભાગમાંતૃતીય સ્‍થાન ગ્રેડ-1 શિક્ષક શ્રી ગજાનંદ જે. બારિયા, વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં માધ્‍યમિક વિભાગમાં દ્વિતીય સ્‍થાન મજેઠિયા રવિના રમેશ, ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં તૃતીય સ્‍થાન લાખાવાલા મેહરા નેઇમ, દેશભક્‍તિ ગીતમાં માધ્‍યમિક વિભાગમાં દ્વિતીય સ્‍થાન સરકારી માધ્‍યમિક કન્‍યા શાળા દીવ, ઉચ્‍ચત્તર માધ્‍યમિક વિભાગમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરીને દીવ જિલ્લા એ.પી.પી. અર્ચના ગાંધી, દીવ જિલ્લા હેલ્‍થ ઓફિસર શ્રી સુલતાન, દીવ શિક્ષા અધિકારી શ્રી આર.કે. સિંહના વરદ હસ્‍તે પુરસ્‍કાર તથા પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.
દેશભક્‍તિ ગીતના માર્ગદર્શન શિક્ષક શ્રી જીજ્ઞેશ ટીલાવત તથા નિબંધ અને વકળત્‍વ સ્‍પર્ધાના માર્ગદર્શક શિક્ષિકા આરાધના બહેન સ્‍માર્ટ હતા.
શાળા પરિવારે સર્વે વિજેતાઓને હિન્‍દી પખવાડિયું-2023 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ હાર્દિક શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

vartmanpravah

વાપી જેસીઆઈએ 30મા સ્‍થાપના દિવસની મેગા સેલિબ્રેશન સાથે કરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી અને શિક્ષણ સચિવ અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને નોડલ સેફટી શિક્ષકો માટે ‘ગુડ ટચ, બેડ ટચ’ના સંદર્ભમાં યોજાયેલ અર્ધદિવસીય જાગૃતતા સત્ર

vartmanpravah

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ હેઠળ વલસાડ જિલ્લામાં રેલી, શપથ, વૃક્ષારોપણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment